મિલકત ટાંચમાં લેવાનો આદેશ સરકાર જ આપી શકેઃ હાઈકોર્ટ
એમપીઆઈડી કાયદા હેઠળના કેસમાં ચુકાદો
અદાલતોને આવી સત્તા નહિ હોવાનું જણાવી વિશેષ કોર્ટે આપેલા આદેશને રદબાતલ કરવામાં આવ્યો
મુંબઈ - મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઈડી) એક્ટ હેઠળ મિલકતને ટાંચમાં લેવાની સત્તા વિશેષ કોર્ટને નથી, માત્ર રાજ્ય સરકારને આ સત્તા છે જેમાં નોટિફિકેશન જારી કરવાની આવશ્યકતા હોય છે.
વિશેષ કોર્ટના આદેશને પડકારતી આઈઆઈએફએલ કમોડિટીઝ લિ.ની અપીલની સુનાવણીમાં ઉક્ત નિર્દેશ અપાયો હતો. બ્રોકરેજ કંપનીએ રોકાણકારો વતી રૃ. ૩૨૬ કરોડ એનએસઈએલમાં રોક્યા હતા. તેને રૃ. ૩૧ લાખનું બ્રોકરેજ મળ્યુ હતું.
કાયદાની પ્રક્રિયા બાદ આર્થિક ગુના શાખાએ શરૃઆતમાં ૩૧ લાખ ટાંચમાં લીધા હતા પણ રોકાણકારોએ વિશેષ કોર્ટમાં અરજી કરીને આખી રકમને ટાંચમાં લેવાની વિનંતી કરી હતી.
આથી વિશેષ કોર્ટે વિનંતી સ્વીકારતાં કંપનીએ હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો. દલીલમાં જણાવ્યું હતું કે માત્ર સરકાર જ ટાંચનું જાહેરનામું બહાર પાડી શકે છે. એમપીઆઈડી કાયદા હેઠળ કોર્ટ ઓથોરિટીને મિલકત ટાંચમાં લેવાના પગલાં લેવાનું કહે એવી પરવાનગી નથી.