કોલાબા વિધાનસભા વિસ્તારમાં ફક્ત 36 ટકા, મુલુંડમાં સૌથી વધુ 59 ટકા મતદાન

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
કોલાબા વિધાનસભા વિસ્તારમાં ફક્ત 36 ટકા, મુલુંડમાં સૌથી વધુ 59 ટકા મતદાન 1 - image


ધારાસભ્ય જ ઉમેદવાર હોય તે મતવિસ્તારમાં વધુ મતદાન

કોલાબા ઉપરાંત માનખુર્દ, ચાંદિવલી, મુંબાદેવી, સાયન, ધારાવી, વરલી એમ સાત વિધાનસભાઓમાં 50 ટકાથી ઓછું મતદાન

મંત્રાલય, ક્રાફડ માર્કેટ સહિતના બજારો, પર્યટન  સ્થળો ધરાવતા  અને વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરના મતવિસ્તાર  કોલાબામાં પોણા ભાગના મતદારોએ મત ન આપ્યો

મુંબઇ :  મુંબઈમાં લોકસભા ચૂંટણીમાં વિધાનસભા મતવિસ્તારોની રીતે જોવામાં આવે તો સૌથી ઓછું ફક્ત ૩૬.૦૨ ટકા મતદાન સાઉથ મુંબઈ લોકસભા હેઠળના કોલાબા વિધાનસભા મતવિસ્તારમાં થયું છે. જ્યારે મુંબઈ ઉત્તર પૂર્વની બેઠકના મુલુંડમાં સમગ્ર શહેરમાં સૌથી વધુ ૫૯.૬૩ ટકા મતદાન થયું છે.  વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર ખુદ સાઉથ મુંબઈ ટિકિટ માટે દાવેદાર હતા. તેમના જ વિધાનસભા મતવિસ્તારમાં પોણા ભાગના મતદારો મતદાન મથક સુધી પહોંચ્યાં જ નહીં તેના અનેક અર્થઘટનો થઈ રહ્યાં છે. 

બીજી તરફ એક  રસપ્રદ બાબત એ જોવાઈ છે કે જે ધારાસભ્યો ખુદ લોકસભા ચૂંટણીના ઉમેદવાર હતા તેમના વિધાનસભા વિસ્તારમાં મહત્તમ મતદાન થયું છે. મિહિર કોટેચાના મુલુંડ,  રવિન્દ્ર વાયકરના જોગેશ્વરી, યામિની જાધવના ભાયખલ્લામાં આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે, વર્ષા ગાયકવાડનો મતવિસ્તાર તેમની લોકસભા બેઠક હેઠળ નહિ આવતો હોવાથી આ સમીકરણ ત્યાં લાગુ પડયું ન હતું. 

ઉત્તર મુંબઈ લોકસભાની બેઠક પર સરેરાશ ૫૫.૨૧ ટકા મતદાન થયું હતું. એમાં આવતી છ વિધાનસભા પૈકા બોરીવલી વિધાનસભા ક્ષેત્રમાં ૫૮.૧૯ ટકા સાથે સૌથી વધુ મતદાન થયું હતું. જ્યારે માગાથાણેમાં ૫૧.૩૦ ટકા સાથે ઓછું મતદાન નોંધાયું હતું.

ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભાની બેઠક પર સરેરાશ ૫૭.૧૨ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન ૫૯.૬૩ ટકા મુલુંડ વિદાનસભા ક્ષેત્રમાં થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન માનખુર્દમાં ૪૯.૩૭ ટકા મતદાન નોંધાયું હતું.

ઉત્તર પશ્ચિમ મુંબઈની લોકસભાની બેઠક પર સરેરાશ ૫૩.૬૭ ટકા મતદાન થયું છે. આ બેઠકમાં છ વિધાનસભા પૈકી સૌથી વધુ જોગેશ્વરીમાં ૫૯ ટકા અને સૌથી ઓછું મતદાન દિંડોશી ૫૦.૧૦ ટકા મતદાન થયું હતું. ઉત્તર મધ્ય મુંબઈ લોકસભાની બેઠકમાં સરેરાશ ૫૩.૬૧ ટકા મતદાન થયું હતું. જેમાં આવતી છ વિધાનસભાની બેઠક પૈકી સૌથી વધુ મતદાન વિલે પાર્લેમાં ૫૬.૦૧ ટકા અને સૌથી ઓછું મતદાન ચાંદીવલીમાં ૪૯.૦૩ ટકા થયું હતું.

 ક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા૩ની બેઠક પર સરેરાશ ૫૧.૮૮ ટકા મત ાન થયું હતું. આ બેઠક પરની છ વિધાનસભા પૈકી સૌથી વધુ મત ાન ૫૮ ટકા માહિમમાં થયું અને સૌથી ઓછું મત ાન ૪૬.૮૨ ટકા ધારાવીમાં થયું હતું. 

 ક્ષિણ મુંબઈની લોકસભાની બેઠક પર સરેરાશ ૪૭.૭૦ ટકતા મત ાન થયું હતું. જેમાં સૌથી વધુ મત ાન ૫૦.૫૧ ટકા મલબાર હિલમાં નોંધાયું અને સૌથી ઓછું મત ાન ૩૬.૦૨ ટકા કોલાબામાં થયું હતું.



Google NewsGoogle News