Get The App

ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભીડ ટાળવા 200 રુ.ના વીઆઈપી પાસનું ઓનલાઈન બુકિંગ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભીડ ટાળવા 200 રુ.ના વીઆઈપી પાસનું ઓનલાઈન બુકિંગ 1 - image


વીઆઈપી પાસમાં પણ લાઈનો લાગવા માંડતાં શિવરાત્રિ ટાણે નિર્ણયે 

મુંબઇ :  નાશિક જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરમાં દર્શન માટે લાગતી લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવું ન પડે માટે ૨૦૦ રૃપિયાના વીઆઇપી પાસનું ઓનલાઇન બુકિંગ શરૃ કરવામાં આવ્યું છે. આ રકમ ખર્ચી શકશે એ સહેલાઇથી દર્શન કરી શકશે અને બાકીનાએ નાછૂટકે પાંચ-છ કલાક લાઇનમાં ઉભું રહેવું પડશે અને ધક્કામુક્કી ખમવી પડશે.

પૈસા ન ખર્ચેી શકે તેમણે કલાકો લાઈનમાં ઊભા રહેવું પડશે ઃ દિવ્યાંગો, વૃદ્ધો, બાળકોને નિઃશુલ્ક દર્શન

 ેશના બાર જ્યોતિર્લિંગ પૈકીના એક ત્ર્યંબકેશ્વરમાં શંકર ભગવાનના  ર્શન માટે  ેશ- વિ ેશથી ભક્તોનો વણથંભ્યો પ્રવાહ ચાલુ રહે છે. એટલે પાંચથી છ કલાક લાઇનમાં ઉભા રહ્યાં પછી  ર્શન થતા હોય છે. એટલે ત્ર્યંબકેશ્વર મંિ ર ટ્રસ્ટે વીઆઇપી પાસની સુવિધા શરૃ કરી હતી. ૨૦૦ રૃપિયામાં વીઆઇપી પાસ ખરી ીને  ર્શન કરવાવાળા ભક્તોની ભીડ વધવા માંડતા વીઆઇપી પાસની લાઇનમાં પણ ત્રણ- ચાર કલાક લાગવા માંડયા હતા. આ કારણસર ટ્રસ્ટ તરફથી વીઆઇપી પાસનું એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરવાની સુવિધા આપવામાં આવી છે.

વીઆઇપી દર્શન માટે ત્ર્યંબકેશ્વર મંદિરની સત્તાવાર વેબસાઇટ ઉપર વ્યક્તિએ પોતાની સંપૂર્ણ માહિતી આપીને બુકિંગ કરાવવું પડશે. આમાં તારીખ અને સમયના સ્લોટ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. બુકિંગ થઇ ગયા પછી પાસ ડાઉનલોડ કરી શકાશે. દિવ્યાંગજન, ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ તેમ જ દસ વર્ષથી નાની વયના બાળક પાસેથી શુલ્ક લેવામાં નહી આવે. ઓનલાઇન પાસ મેળવવા ત્ર્યંબકેશ્વર ગામમાં ત્રણ ઠેકાણે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રણ જગ્યાએ ભક્તો આધારકાર્ડ, પેનકાર્ડ અને આઇકાર્ડની મદદથી વીઆઇપી પાસ મેળવી શકશે.

શિવરાત્રીમાં ચોવીસ કલાક મંદિર ખુલ્લુ રહેશે

શિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોની પ્રચંડ ભીડને ધ્યાનમાં લઇને મંદિર ચોવીસ કલાક ખુલ્લુ રાખવામાં આવશે એવી આજે જાહેરાત કરવામાં આવી હતી.



Google NewsGoogle News