મોબાઈલ વાન દ્વારા 25 રુપિયે કિલોના ભાવે કાંદા વેચાશે
નાફેડ તરફથી વિતરણ માટે વ્યવસ્થા
નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી ઉપરાંત અન્ય શહેરોમાં પણ સસ્તા ભાવે કાંદા પહોંચાડાશે
મુંબઈ : કાંદાની કિંમતમાં મરજી મુજબ વધારો કરવાના ખેલને ખતમ કરવા અને ગ્રાહકોને રાહત થાય એટલા માટે સરકાર ૨૫ રૃપિયે કિલોના ભાવે કાંદાનું વેચાણ કરશે. નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપેટીવ માર્કેટીંગ ફેડરેશન) તરફથી કલ્યાણ-ડોંબિવલી સહિત રાજ્યના અન્ય ગામોમાં મોબાઈલ વેન મારફત સસ્તા દરે કાંદાનું વિતરણ કરવામાં આવશે.
અત્યારે કાંદા ૫૦થી ૬૦ રૃપિયે કિલો વેંચાય છે. થોડા દિવસ પહેલાં તો કાંદાસ ૮૦થી ૧૦૦ રૃપિયે કિલો પર પહોંચી ગયા હતા. કાંદાના ભાવગગડે ત્યારે ખેડૂતોને નુકસાન થશે. એવો કકળાટ કરી મૂકે છે.
કાંદા લોબી ગ્રાહકો પાસેથી પૈસા નીચોવી લેવાની કોઈ તક છોડતી નથી. આ જ કારણસર સૌથી પહેલાં તો કાંદાની નિકાસ ડયુટી ૪૦ ટકા કરવામાં આવી. ત્યાર પછી હવે અફઘાનીસ્તાનથી કાંદા આવવા માંડયા છે એમ અન્ય દેશોમાંથી પણ કાંદાની આયાત કરવાની વિચારણા થઈ રહી છે .
આ પરિસ્થિતિમાં ગ્રાહકોને તહેવારના દિવસોમાં વધુ રાહત આપવા મૈફોડ તરફથી સસસ્તા દરે કાંદાના વેચાણનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને લીધે નફાખોર વેપારીઓ નારાજ થયા છે.
કલ્યાણ-ડોંબિવલી ઉપરાંત નવી મુંબઈ અને પનવેલમાં પણ કાંદા વેચાણ માટે મોબાઈલ વેન ફરતી થઈ જશે.