Get The App

જીબીએસથી વધુ 1 મોત, પુણે બાદ નાગપુર, સાતારા, અકોલામાંમાં પણ કેસો

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
જીબીએસથી વધુ 1 મોત, પુણે બાદ નાગપુર, સાતારા, અકોલામાંમાં પણ કેસો 1 - image


રાજ્યના અનેક ભાગોમાં પણ જીબીએસ પ્રસરતાં તંત્ર એલર્ટ

સાતારામાં 15 વર્ષથી નાની ઉંમરના 4 બાળકોમાં જીબીએસના લક્ષણોથી દોડધામઃ ઠેર ઠેર પાણી અને ખોરાક દૂષિત થયાની આશંકા

મુંબઈ -  પુણેમાં ૩૬ વર્ષના એક કેબ ડ્રાઇવરનું જીબીએસ (ગિલેન-બેર-સિન્ડ્રોમ) બીમારીને કારણે આજે મૃત્યુ થતા અત્યાર સુધીમાં આ બીમારીથી મૃત્યુનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. આ સાથે જ જ્ઞાાનતંતુની આ ગંભીર બીમારીએ સાતારામાં પણ દસ્તક  દીધી છે. આ  ઉપરાંત  જી.બી.એસ.ના નાગપુરમાં આઠ અને અકોલામાં પાંચ દરદી નોંધાયા છે એમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આમ પુણે, સાતારાની જેમ વિદર્ભમાં પણ આ બીમારીએ પગપેસારો કર્યો છે.

પુણેના પિંપરી-ચિંચવડની યશવંતરાવ ચવાણ મેમોરિયલ હોસ્પિટલમાં યુવાન ટેક્સી ડ્રાઇવરને ગઈ ૨૧મી જાન્યુઆરીએ દાખલ કરવામાં આવ્યા બાદ તેને જીબીએસની બીમારી લાગુ પડી હોવાનું નિદાન થયું હતું. તેની સારવાર ચાલુ હતી એ દરમિયાન આજે તેનું મૃત્યુ થયું હતું. ન્યુમોનિયાને લીધે શ્વાસનતંત્ર પર ઘાતક અસર થવાથી એકયુટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ (એઆરડીએસ)ને કારણે તેણે જીવ ગુમાવ્યો હોવાનું નિષ્ણાતોની સમિતિએ તારણ કાઢ્યું હતું.

પુણે બાજ જીબીએસની બીમારીએ મહારાષ્ટ્રના સાતારામાં પંજો ફેલાવતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સાતારામાં ૧૫ વર્ષથી નાની ઉંમરના ચાર બાળકોમાં જીબીએસની બીમારીના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં આ ચેતાતંત્રની બીમારીના દરદીઓની સંખ્યા ૧૩૦ ઉપર પહોંચી છે.

સાતારા જિલ્લાના હેલ્થ ઓફિસર મહેશ ખલીપેએ જણાવ્યું હતું કે ચાર બાળકોમાંથી બેની સારવાર સાતારાની સરકારી હોસ્પિટલમાં, એકની સારવાર ખાનગી હોસ્પિટલમાં અને એક બાળદરદીની સારવાર કરાડની ક્રિષ્ના હોસ્પિટલમાં ચાલી રહી છે. આમ તો અત્યારે તેમની સ્થિતિ સ્થિર છે. અમે લેબોરેટરીનો રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. રિપોર્ટમાં જીબીએસનું નિદાન થયા પછી આગળની સારવાર શરૃ કરવામાં આવશે.

વરિષ્ઠ ્ધિકારીઓએ એવી શંકા વ્યક્ત કરી છે કે પ્રદૂષિત પાણી અને ખોરાકને કારણે આ રોગ ફેલાવ માંડયો હોય એવી શક્યતા છે.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ખલીપેએ કહ્યું હતું કે જીબીએસના પ્રાથમિક લક્ષણોમાં વ્યક્તિને હાથ-પગમાં ખાલી ચડવા માંડે છે, નબળાઈ વર્તાય છે અને ચાલવામાં તકલીફ પડે છે. આવાં લક્ષણો જણાય ત્યારે તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચી જવાનું સલાહભર્યું છે.

ડો. સ્મીતા સાંગડેએ વધુમાં જણાવ્યું હતું કે જીબી સિન્ડ્રોમ પાચનતંત્ર પર અસર કરે છે. પેટમાં દુઃખાવો, ડાયરિયા અને ઉલ્ટી થવા માંડે છે અને સાથે શ્વાસનતંત્રમાં પણ તકલીફ થવા માંડે છે. પાંચ-સાત દિવસ પછી હાથ અને પગમાં નબળાઈ લાગવા માંડે છે.

જીબીએસનું નિદાન કરોડરજ્જુમાંથી પ્રવાહીનો નમૂનો લઈ નાર્વે કન્ડક્શન સ્ટડી (સીએસએફ એક્ઝામિનેશન)થી નિદાન કરવામાં આવે છે.



Google NewsGoogle News