એનસીપીના ધારાસભ્યના ભત્રીજાએ બેફામ કાર દોડાવતાં એકનું મોત, એક ઘાયલ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
એનસીપીના ધારાસભ્યના ભત્રીજાએ બેફામ કાર દોડાવતાં એકનું મોત, એક ઘાયલ 1 - image


- પુણેમાં વગદાર નબીરા દ્વારા માર્ગ અકસ્માતનો વધુ એક કિસ્સો

- દિલીપ મોહિતે પાટીલના ભત્રીજા મયુરની ધરપકડ, રોંગ સાઈડમાં કાર દોડાવીઃદારૂના નશામાં હતો કે કેમ તેની તપાસ

મુંબઇ : એનસીપીના ધારાસભ્ય દિલીપ મોહિતે પાટીલના ભત્રીજાની સ્પીડ કારે ટક્કર મારતા બાઈક પર જઈ રહેલો ૧૯ વર્ષીય યુવક મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. પોલીસે આરોપી મયુર મોહિતેની ધરપકડ કરી છે. અકસ્માત વખતે મયુર દારૂના નશામાં હતો કે કેમ એની તબીબી તપાસ થઈ રહી છે. આરોપીના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

પુણેના ખેડના એનસીપીના વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલે આ ઘટનાને દુર્ભાગ્ય પૂર્ણ ગણાવી અને કહ્યું કે તેઓ કોઈપણ ખોટા કામને સમર્થન કરશે નહીં.

આ અકસ્માત અંબેગાવ તાલુકાના મૌજે એકલહેરે ગામમાં શનિવારે રાતે લગભગ ૯.૩૦ વાગ્યે થયો હતો. આ દુર્ઘટનામાં ઓમ ભાલેરાવનું મોત નિપજ્યું હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'આરોપી મયુર મોહિતે પુણે-નાશિક હાઈવે પર રોંગ સાઈડથી સ્પીડમાં ફોર્ચ્યુન કાર ચલાવીને મંચર તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેની કારે બાઈકને અડફેટમાં લીધુ હતું.જેના લીધા ગંભીરપણે જખમી થયેલા બાઈક ચાલકને જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં બંને વાહનને ભારે નુકસાન થયું હતું. 

મંચર પોલીસે કાર ચાલક સામે કલમ ૩૦૪-એ અને મોટર વ્હેક્લ એક્ટ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં અકસ્માત વખતે આરોપી દારૂના નશામાં ન હોવાનું માલૂમ પડયું છે. પોલીસે તેના લોહીના નમૂના લીધા છે. તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ બાદ આ ડ્રન્સ એન્ડ ડ્રાઈવનો કેસ છે કે કેમ એની ચોક્કસ ખબર પડશે.

ગત ૧૯ મેના રોજ પુણેના કલ્યાણી નગવ્યાં ૧૭ વર્ષીય તરુણે દારૂના નશામાં બેફામપણે પોર્શે કાર દોડાવીને બાઈકને ટક્કર મારતા બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા.

આ મામલામાં તરુણ, તેના માતા, પિતા, દાદા, બે ડૉક્ટર હોસ્પિટલના કર્મચારી અન્યની ધરપકડ કરાઈ હતી.

આરોપી તરુણના બ્લડ સેમ્પલ હોસ્પિટલમાં બદલી કરી નાખવામાં આવ્યા હતા. આ સિવાય તેના ડ્રાઈવરને  અકસ્માત પોતે કર્યો હોવાનું કબૂલ કરવા અપહરણ કરી રૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો.

આ ચકચારજનક કેસની હજી તપાસ ચાલી રહી છે.



Google NewsGoogle News