ગોરેગાવમાં ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગમાં એકનું મોત
- ટેમ્પોમાં એસી લીકેજનું કામ ચાલુ હતું
- કોમ્પ્રેસરમાં વિસ્ફોટના કારણે ટેમ્પોની આસપાસ પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન
મુંબઇ : ગોરેગાવના મોતીલાલ નગરમાં ટેમ્પોમાં વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એકનું મોત થયું હતું. તો અન્ય એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
વિગત મુજબ, ગોરેગાવના પશ્ચિમમાં મોતીલાલ નગરમાં એક ટેમ્પોના એસી કોમ્પ્રેસરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ઘટના સમયે ટેમ્પોમાં એસી લિકેજ થતું હોવાથી તેનું સમારકામ ચાલી રહ્યું હતું, તે સમયે કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો હતો. આ બાદ અચાનક ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ આગની ઘટનામાં એસી રીપેરમેન૨૩ વર્ષીય સદ્દામનું મોત થયું હતું. તો ગોલુ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ આગની ઘટનામાં ર્ ટેમ્પો સંપુર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો. તો વિસ્ફોટને કારણે ટેમ્પોની આસપાસ પાર્ક કરાયેલા વાહનોને પણ ઘણું નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરતા, ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બાદ ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ કરતા થોડા જ સમયમાં સંપુર્ણ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.