Get The App

વન ચાય પ્લીઝ! બિલ ગેટ્સનો નાગપુરના ચા વાળા સાથેનો વીડિયો વાયરલ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
વન ચાય પ્લીઝ! બિલ ગેટ્સનો નાગપુરના ચા વાળા સાથેનો વીડિયો વાયરલ 1 - image


ડોલી ચા વાળો રજનીકાંતની સ્ટાઈલો મારવા બદલ લોકપ્રિય છે

ભારતમાં ચાનો કપ બનાવવામાં પણ ઈનોવેશન છે તેવાં લખાણ સાથે ગેટ્સે પોતે વીડિયો શેર કર્યોઃ જાતભાતની કોમેન્ટસ

મુંબઇ: માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટસે દેશી પોસ્ટ કરી સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી ક્લીપમાં ગેટસ નાગપુરમાં એક સ્ટોલ પર ચા પીતો વીડિયો શેર કર્યો છે. નાગપુરનો પ્રખ્યાત ચાવાળો ડોલી આઇવાલાને દર્શાવતા ગેટસના વીડિયો થોડી વારમાં જ વાઇરલ થઇ ગયો હતો અને નેટિઝન્સે ત્વરિત પ્રતિભાવ આપ્યા હતા. ડોલી ચાવાલો સોશિયલ મીડિયા પર ઘણો લોકપ્રિય છે.

ગેટસે પોસ્ટ કરેલા વીડિયોમાં કેપ્શન માર્યું હતું કે ''ભારતમાં ઠેર ઠેર ઇનોવેશન જોવા મળતું હોય છે ચાનો કપ બનાવવામાં પણ'' બિલ ગેટસ વીડિયોમાં કહેતા દેખાય છે ''વન ચાય, પ્લીઝ'

ડોલી ચાવાલો પોતાની અનોખી શૈલીથી ચા બનાવતો વીડિયોમાં જોઇ શકાય છે. ડોલી સ્ટાઇલથી દૂધ, ચા પત્તી, આદુ અને એસલી નાખે છે અને ચા તૈયાર કરી એક ગ્લાસમાં બિલ ગેટસને ચા આપે છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે ''આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છે.'' બીજાએ લખ્યું કે ''આ વીડિયો જોઇને દરેક ભારતીય આશ્ચર્યમાં ગરકાવ છે. એક ફૂડલીવર એપએ કમેન્ટ કરી કે ''આનું બિલ કેટલું આવ્યું હશે?'' એક અન્ય યૂઝરે કહ્યું કે ''ડેટા સ્ટ્રક્ચર જાણ્યા વિના જ ડોલી ચાવાલાનું સિલેક્શન માઇક્રોસોફ્ટમાં થયું. એક બીજા યુઝરે લખ્યું કે ''આ પ્રકારના ક્રોસ ઓવરની અમને જરા પણ આશા ન હતી.''

આ વીડિયોને ૩૯ લાખથી વધુ  વ્યૂઝ મળ્યા હોવાના અહેવાલ છે. વીડિયોમાં એક કેપ્શન છે. ''ઘણી 'ચા પર ચર્ચા' કરવાની આશા. આ વીડિયો નાગપુરમાં નહી પણ હૈદ્રાબાદમાં શૂટ કરવામાં આવ્યો હતો. એક દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચા આપવા તેનું સ્વપ્ન છે તેવું ડોલીનું કહેવું છે. 

વર્ષ ૨૦૨૧માં ડોલી ચાવાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ચાવાળો રજનીકાંતની સ્ટાઇલમાં ચા બનાવતો હતો. તેની હેરસ્ટાઇલ અને ડ્રેસ સેન્સ પણ અનોખી હતી. 'ડોલીની ટપરી' નામથી ડોલીના વીડિયો ખૂબ જ લોકપ્રિય છે. 


Google NewsGoogle News