ઉપવાસના 8મા દિવસે મનોજ જરાંગેની તબિયત કથળી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ઉપવાસના 8મા દિવસે મનોજ જરાંગેની તબિયત કથળી 1 - image


1 વર્ષમાં છઠ્ઠી વખત  જરાંગેના ઉપવાસ

પ્રવાહી તથા દવા લેવાની સમર્થકોની અપીલ ફગાવી દીધી

મુંબઇ :  ઓ.બી.સી (અન્ય પછાત વર્ગ) કેટેગરી હેઠળ મરાઠાઓને આરક્ષણ આપવા સરકાર પર દબાણ લાવવા આઠ દિવસથી બેમુદત ઉપવાસ  પર બેઠેલા મરાઠા સમાજના નેતા મનોજ જરાંગે પાટીલની તબિયત  ભારે કથળી ગઈ છે. 

જાલનના અંતરવાલી  સરાટી ગામમાં ઉપવાસ પર બેઠલા જરાંગે પાટીલને પ્રવાહી લેવાની અપીલ મરાઠા  સમુદાયના લોકોએ કરી હતી.  પરંતુ તેમણે આ અપીલ ફગાવી દીધી છે. 

જરાંગે પાટીલે ૧૭ સપ્ટેમ્બરના રોજથી બેમુદત ઉપવાસ પર ઉતર્યા છે. આ એક જ વર્ષમાં તેઓ છઠ્ઠી વખત ઉપવાસ પર બેઠા છે.

જરાંગે પાટીલે જે ઠેકાણે ઉપવાસ કરવા બેઠા છે તે સ્થળે એક તબીબી ટીમ  તહેનાત છે. જોકે, જરાંગે સારવાર લેવાનો પણ ઈનકાર કરી રહ્યા છે. 

સતારા, બોમ્બે અને હૈદરાબાદ ગેઝેટિયર્સના  ઐતિહાસિક દસ્તાવેજોના આધારે મરાઠાઓના  લોહીના  સંબંધીઓને કુણબી તરીકે જાહેર કરતા ડ્રાફટ વટહુકમના અમલની માગણી સાથે જરાંગે ઉપવાસ પર બેઠા છે. 

જરાંગેના ઉપવાસ શરુ થયા બાદ આજુબાજુના ગામોમાં પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવાયો છે. 

જાલનાનું અંતરવાલી સારટી ગામ મરાઠા આરક્ષણનું કેન્દ્ર બની ગયું છે. ઓ.બી.સી. કાર્યકર્તા લક્ષ્મણ હાકે અને નવનાથ  વાઘમારે મરાઠાઓને ઓ.બી.સી.  કેટેગરીમાં સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ અંતરવાલી સારટીથી બે કિ.મી. દૂર આવેલા વાડી ગોદરી ગામમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.



Google NewsGoogle News