મુંબઈની દરેક ગલી પર ફેરિયાઓનો કબજો- લોકો માટે ચાલવું મુશ્કેલઃ હાઈકોર્ટ
ફેરિયાઓ મુદ્દે ફરી પાલિકા અને પોલીસની ઝાટકણી
જોઈએ તો વધારે ફોર્સ બોલાવો, એકવાર ખસેડયા પછી પાછા આવે છે મતલબ કે તમારામાં સમસ્યા છે, તંત્ર લાચાર બને તે કેવું : કોર્ટના આકરા શબ્દો
પાયલોટ પ્રોજેક્ટ તરીકે 20 હોટસ્પોટ પર ચાંપતી નજર રાખી પગલાં લેવા આદેશઃ 12 ડિસેમ્બરે વધુ સુનાવણી
મુંબઈ : આખા મુંબઈમાં એક પણ ગલી ફેરિયા મુક્ત નથી એવું નિરીક્ષણ કરીને બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ પોલીસ અને મુંબઈ મહાનગર પાલિકાની પણ ઝટાકણી કાઢી હતી.ન્યા. ગડકરી અને ન્યા. ખાતાની બેન્ચે જણાવ્યું હતું કે આખું શહેર ગેરકાયદે ફેરિયાથી ભરેલું છે અને નાગરિકોને રસ્તા પર મુક્તપણે વિચરવાનું મુશ્કેલ બની ગયું છે.
ગેરકાયદે ફેરિયા સામે પગલાં લેવા પોલીસ તહેનાત રખાયા છે . ફેરિયાને જઈને પૂછી શકાતું નથી કે તમારી પાસે લાયસન્સ છે કે નહીં, એવી સરકારી વકિલ પુર્ણિમા કંથારીયાએ રજૂઆત કરતાં જજે ઉક્ત ટિપ્પણી કરી હતી.જજોએ કંથારીયાની ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે લાયસન્સધારી ફેરિયાને પૂછવાથી અને જેમની પાસે નથી તેમની સામે પગલાં લેવાથી કોઈ અટકાવી શકે નહીં.
અમે તેમને એક જ વાર કાયમ માટે હટાવવા માગીએ છીએ અને તેઓ પાછા આવવા જોઈએ નહીં. તેમને હટાવવા બીટ માર્શલ હોવા જોઈએ પણ જો તેઓ પાછા આવતા રહે તો તમારા તરફથી જ કોઈ સમસ્યા છે. અમને લાગે છે કે તમામ સરકારી એજન્સી પાલિકા અને મુંબઈ પોલીસે વારંવાર પગલાં લેવા પડશે જ્યારે તમારા અધિકારી ચોક્કસ સ્થળે જાય અને લાયસન્સ પૂછે અને ન હોય તો તેમને દૂર કરી શકે છે, એમ જજોએ નિરીક્ષણ કર્યું હતું. સરકાર નિસહાયતા દર્શાવે એ પ્રશંસનીય નથી અને અકે વાર દૂર કરાયા બાદ ફેરિયા પાછા આવે એવું જોઈતું નથી, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
જો હાલના સુરક્ષા દળો પુરતા નહોય તો એક્સ્ટ્રા ફોર્સ બોલાવો પણ અમને ફેરિયાઓ પાછા જોઈતા નથી, એમ ન્યા. ગડકરીએ કંથારિયાને જણાવ્યં હતું. ન્યા. ખાતાએ જણાવ્યું હતું કે તમને ખબર છે કે પાલિકા અધિકારીઓ જગ્યા ખાલી કરાવ્યા બાદ કોન્સ્ટેબલ બેસે છે તેમ છતાં ફેરિયાઓ પાછા આવે છે. તમારે વધુ કડક પગલાં લઈને સાબદા રહેવું જોઈએ. પાલિકા દ્વારા લાયસન્સ ધારી ફેરિયાની હેરાનગતી થતી હોવાનો મુદ્દો ખા કરીને કોલાબા કોઝવે માર્કેટ વિસ્તારમાં થઈ રહી હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો આ વિસ્તારમાં મોટાભાગે વિદેશીઓ આવે છે. ગીચતાનો લાભ લઈને ખિસ્સા કપાય છે.
લાયસન્સધારી ફેરિયાઓએ દુકાનોનો વ્યાપ વધાર્યો છે આને લીધે બજારમાં ભીડ થાય છે, એમ કંથારીયાએ કોર્ટને જાણ કરી હતી. ફેરિયાઓ વતી ખાતરી અપાઈ હતી કે તેઓ દુકાનોનો વ્યાપ વધારશે નહીં.
ફેરિયાઓના સંગઠન વતી રજૂઆત કરવામાં આવી હતી કે અકે વાર ટાિઉન વેન્ડિંગ કમિટી ચૂંટાયા બાદ પાત્ર ફેરિયાને ઓળખી લેવાશે અને ગેરકાયદે ફેરિયાની સમસ્યાનો અંત આવશે. જજોએ જણાવ્યું હતું કે ૧૨ સિેમ્બરે વિસ્તૃત રજૂઆત સાંભળવામાં આવશે ત્યાં સુધી પાલિકા અને પોલીસને ૨૦ સ્થળો પર સતત નજર રાખીને પગલાં લેવાનો પાઈલોટ પ્રોજેક્ટ શરૃ કરવા જણાવ્યું છે.