ભિવંડીમાં મનીલેન્ડરના ત્રાસથી હતાશામાં વૃદ્ધની આત્મહત્યા
ઉધાર લીધેલી રકમ પરત કરવા
ધમકી આપી આત્મહત્યા માટે મજબૂર કરનારા મનીલેન્ડરની ધરપકડ
મુંબઇ: ભિવંડીમાં ઉધાર લીધેલી રકમની ચૂકવણી માટે 61 વર્ષીય વૃદ્ધને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનારા એક સાહુકારની પોલીસે ધરપકડ કરી છે. એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. આ ઘટના ભિવંડીના કાલ્હેર ખાતે બની હતી.
પીડિત અશોક પાટીલે મનલેન્ડર યશવંત ગાયકવાડ પાસેથી ઉધાર રકમ લીધી હતી. પણ પછી આ રકમ પાછી મેળવવા ગાયકવાડે પાટીલને દબાણ અને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આથી ત્રાસથી કંટાળીને પાટીલે કાલ્હેર ખાતે ઝેરી દવા ગતગટાવીને જીવન ટૂંકાવી લીધું હતું, એમ નારપોલી પોલીસે સ્ટેશનના એક અધિકારીએ જમાવ્યું હતું.
પોલીસે ગાયકવાડ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતની કલમ ૩૦૬ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.