Get The App

ચાકુની ધાકે પર 7 વર્ષીય બાળકી પર બળાત્કાર કરવા બદલ વૃદ્ધની ધરપકડ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
ચાકુની ધાકે પર 7 વર્ષીય બાળકી પર બળાત્કાર કરવા બદલ વૃદ્ધની ધરપકડ 1 - image


- બાળકીએ દાદીને જણાવતા ઘટના પ્રકાશમાં આવી 

- ગરદન પર ચાકુ રાખીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

મુંબઇ : પુણેના સહકાર નગરમાં ૭૮ વર્ષીય વૃદ્ધએ બીજા ધોરણમાં ભણતી બાળકીને ગરદન પર ચાકુ રાખીને કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ માહિતી મુજબ, ૭૮ વર્ષીય આરોપી મધુકર પીરાજી થીટેનો પુત્ર અને પુત્રવધુ ધનકવાડીની એક સોસાયટીના રહેવાસી છે. તેથી આરોપી સતત ત્યાં  આવતો જતો રહેતો હતો. આ જ સોસાયટીમાં તેના પાડોશમા બીજા ધોરણમાં ભણતી બાળકી રહેતી હતી.  અવારનવાર આરોપીના ઘરે  રમવા માટે આવતી હતી.

છઠ્ઠી  ઓગસ્ટના રોજ બાળકી આરોપીના ઘરે નિયમિત પણે  રમવા ગઈ હતી. આ સમયે મ ધુકર એકલો જ ઘરમાં હતો. તેથી તકનો  લાભ લઈને આરોપીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને બાળકીના ગરદન પર ચાકુ રાખીને તેને કપડા કાઢવા કહ્યું હતું. આ બાદ આરોપીએ બાળકીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો અને  જો કોઈને આ અંગે કહ્યું  તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ આરોપીએ બાળકી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

જો કે, આ બધાથી બાળકીને અસહ્ય દુખાવો થતા તેણે આ અંગે તેની દાદીને જણાવ્યું હતું.  બાળકીને ક્યાં દુખાવો થઈ રહ્યો છે તે જાણવા માટે  તેના શરીરને તપાસતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટના પ્રકાશમાં આવતા જ દાદીએ તરત જ તેના પુત્રને આ અંગે જાણ કરી હતી. આ બાદ બાળકીના પિતાએ સહકાર નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે વૃદ્ધ સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News