Get The App

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડના 3 અધિકારી લાખોની લાંચમાં ઝડપાયા

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડના 3 અધિકારી લાખોની લાંચમાં ઝડપાયા 1 - image


પનવેલની ઓફિસમાં દરોડો, દોઢ લાખ રોકડા મળ્યા

ફાર્મા ડ્રગના ઉત્પાદકો, આયાત- નિકાસકારોને લાંચ લઈ એનઓસીની લ્હાણી થતી હતી

મુંબઇ :  સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ)એ એક લાંચ કેસમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ની પનવેલ ઓફિસમાંથી આસીસ્ટન્ટ ડ્રગ કંટ્રોલર અરવિંદ હિબાલે, ડ્રગ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર નાથ અને સ્ટાફ નાગેશ્વર સબ્બાનીની ધરપકડ કરી હતી.

પકડાયેલા આ ત્રણેય સામે ફાર્માસ્યુટિકલ દવાઓના ઉત્પાદકો, આયાત અને નિકાસકારોને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવા માટે કસ્ટમ હાઉસ એજન્ટસ (સીએચએ) પાસેથી રૃા. ૧૦૦થી રૃા. ૫૦૦૦ સુધીની કથિત લાંચ લેવાનો આરોપમ ૂકવામાં આવ્યો છે.

સીબીઆઇના અધિકારીઓએ દાવો કર્યો હતો કે લાંચની રકમ સીએચએ અથવા તેના પ્રતિનિધિઓ પાસેથી કાઉન્ટર પર જ એકત્રિત કરવામાં આવતી અને ઓફિસ પરિસરની અંદર હિવાલે સહિત તમામ સંકળાયેલા કર્મચારીઓ આપસમાં વહેંચી લેતા હતા.

આ બાબતે સૂચનાના આધારે સીબીઆઇએ વિજીલન્સ વિભાગ સાથે મંગળવારે પનવેલના જેડબલ્યુઆર લોજિસ્ટિક્સમાં આવેલ સીડીએસસીઓની ઓફિસમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ દોઢ લાખ રૃપિયાની રોકડ રકમ હિવાલે, નાથ અને સબનાનીના ડ્રોઅર અને બેગમાંથી મળી આવી હતી. આ રોકડ ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ના મૂલ્યમાં મળી આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીઓને સીએચએ અને તેમના પ્રતિનિધિઓ તરફથી સરકારી કર્મચારીઓ દ્વારા લાંચની માગણી અંગેની લેખિત ફરિયાદો પણ મળી હતી.

આ બાબતે સીબીઆઇએ નિવેદનો નોંધ્યા હતા અને ત્રણેય આરોપી અધિકારીઓ અને ત્રણ ખાનગી વ્યક્તિઓ સામે ભ્રષ્ટાચાર સંબંધી કાયદાઓ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ગુરુવારે હિવાળે, નાથી અને સબ્બાનીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ૮ એપ્રિલ સુધીની સીબીઆઇની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.



Google NewsGoogle News