રક્ષાબંધને શિર્ડી સાઈબાબાને 35 કિલો વજનની રાખડી અર્પણ
મંદિર પરિસરની બહાર રાખડી મૂકાઈ
36 ફૂટ લાંબી અને પાંચ ફૂટ ઊંચી જમ્બો રાખડી બિલાસપુરના ભક્ત તરફથી અર્પણ
મુંબઈ : રક્ષાબંધન નિમિત્તે શિર્ડી સાઈબાબાને એક ભક્ત તરફથી ૩૫ કિલો વજનની, ૩૬ ફૂટ લાંબી અને પાંચ ફૂટ ઊંચી જમ્બો રાખડી અર્પણ કરવામાં આવી હતી.
રક્ષાબંધનમાં દેશભરમાંથી સાઈબાબાને લાખો રાખડીઓ મોકલવામાં આવે છે પરંતુ આવી જમ્બો રાખડી પહેલીજ વાર છત્તીસગઢના બિલાસપુરના એક સાઈભક્ત તરફથી આજે બાબાને અર્પણ કરવામાં આવી હતી.
આ રાખડી ફાયબર- પ્લાય, રંગીન કાપડ, ઝરી, મોતી અને ડેકોરેશનની સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવી છે. શિર્ડીના સાઈબાબાના અંતિમ સમયે નવધા ભક્તિના પ્રતીકરૃપે નવ નાણાના સિક્કા ભક્ત લક્ષ્મીબાઈ શિંદેને આપ્યા હતા. આ પ્રસંગે રાખડીમાં અંકિત કરવામાં આવ્યો છે. જંગી કદની રાખડી મંદિરમાં રાખવાનું શક્ય ન હોવાથી બહારની તરફ મંદિર પરિસરમાં રાખવામાં આવી હતી અને તેનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.