શિર્ડી સાઇબાબાને અડધો કિલોનો સોનાનો મુગટ અર્પણ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
શિર્ડી સાઇબાબાને અડધો કિલોનો સોનાનો મુગટ અર્પણ 1 - image


સુવર્ણ મુગટની કિંમત 29 લાખ રૃપિયા

મંદિરના ખજાનમાં 400 કિલો સોનું છે, ગત નાણાં વર્ષમાં 900 કરોડનું દાન મળ્યું હતું

મુંબઇ :  શિર્ડી સાઇબાબાના મંદિરમાં બેંગ્લોરના એક સાઇભક્ત તરફથી બાબાને અડધો કિલો વજનનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સુવર્ણ મુગટની  કિંમત ૨૯ લાખ રૃપિયા છે.

શિર્ડી સાઇબાબા મંદિરની ગણના દેશના સૌથી શ્રીમંત મંદિરોમાં થાય છે. સાઇભક્તો તરફથી મંદિરમાં કરોડો રૃપિયાનું રોકડ દાન આપવામાં આવે છે. એટલું જ નહીં સોના અને ચાંદીના આભૂષણો ભેટ ધરવામાં આવે છે.

સાઇબાબાના મંદિરમાં ગયા નાણાંકીય વર્ષમાં ૯૦૦ કરોડનું   દાન કરવામાં આવ્યું હતું. મંદિરના ખજાનામાં લગભગ ૪૦૦ કિલો સોનું છે.



Google NewsGoogle News