Get The App

પ્રેમિકાનો અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરવાની ચિમકી આપી તેની પુત્રી પર રેપ

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
પ્રેમિકાનો અશ્લીલ વીડિયો બનાવી  વાયરલ કરવાની ચિમકી આપી  તેની પુત્રી પર રેપ 1 - image


- માતાના અનૈતિક સંબંધોનું માઠું પરિણામ દીકરીએ પણ ભોગવ્યું

મુંબઇ :  મહારાષ્ટ્રના ઉપરાજધાની નાગપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં માતાના અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પ્રેમીએ તેની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પ્રેમીએ તેની પુત્રી સાથેના દુષ્કર્મનો પણ વીડિયો બનાવ્યો હતો.

પુત્રી સાથેના સંબંધનો પણ વીડિયો બનાવ્યો, બંને વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ

આ વીડિયો પ્રેમીએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા માતા- પુત્રી બન્નેએ જરી- પટાકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર પીડિત મહિલા ગૃહિણી છે અને તેના પતિ તેમજ બે પુત્રીઓ સાથે નાગપુરના જરી- પટાકા વિસ્તારમાં રહે છે. મહિલાનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેને દારૂનું વ્યસન હોવાથી તે મોટાભાગનો સમય વ્યસનમાં જ ડૂબેલો રહેતો. આરોપી યુવક આશિષ ૧૦ વર્ષ પહેલાં મહિલાના પાડોશમાં રહેવા આવ્યો હતો.

પાડોશમાં રહેતો હોવાથી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બન્નેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા હતા. મોબાઈલ પર ચેટીંગ કરતા- કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને બન્ને વચ્ચે સંબંધ શરૂ થયા હતા. આ સમયે મહિલાની બન્ને પુત્રીઓ નાની હતી.

મહિલાનો પતિ થોડા વર્ષોથી સતત બહારગામ રહેતો હોવાથી આરોપી આશિષ મોટાભાગનો સમય મહિલાના ઘરમાં જ પડયો  પાથર્યો રહેતો હતો. મોટી પુત્રીને પણ માતાના આરોપી સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. આ દરમિયાન થોડા સમય પહેલાં આશિષની ખરાબ નજર મહિલાની ૧૮ વર્ષની થયેલી પુત્રી પર પડી હતી અને મહિલાને આ વાતની કોઈ જાણ નહોતી.

દરમિયાન આરોપી આશિષે પ્રેમિકાની પુત્રીને પામવા મહિલા સાથેના સંબંધોના અશ્લીલ વીડિયો ઉતાર્યા હતા. ત્યારબાદ પ્રેમીકાની પુત્રીને આ વીડિયો દેખાડી  આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પુત્રીએ માતાના વીડિયો ડિલીટ કરવા જણાવ્યું ત્યારે આરોપીએ તેને સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. માતાની બદનામી ન થાય તે માટે પુત્રી એ આરોપી સાથે સંબંધો બાંધ્યા હતા. આરોપીએ પુત્રી સાથેના સંબંધોના પણ વીડિયો બનાવ્યા હતા.

થોડા દિવસો પહેલાં માતા- પુત્રી બન્નેના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ વીડિયો મહિલાની બીજી પુત્રીએ જોયા હતા અને આ બાબતે જ્યારે બન્નેને પૂછયું ત્યારે બન્નેને આઘાત લાગ્યો હતો. અંતે પોતાના વીડિયો વાયરલ થતા માતા- પુત્રી બન્નેએ જરી- પટાકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાના પ્રયાસો આદર્યા છે.



Google NewsGoogle News