Get The App

મરાઠા આરક્ષણની માગણી માટે હાથ- પગમાં મેસેજ લખી યુવકની આત્મહત્યા

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
મરાઠા આરક્ષણની માગણી માટે હાથ- પગમાં મેસેજ લખી યુવકની આત્મહત્યા 1 - image


અનામતની લડતે વધુ એકનો ભોગ લીધો

પરભણીમાં ખેતરમાં ઝેરી દવા ગટગટાવી ગયો

મુંબઇ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગને લઇને આત્મહત્યાનું સત્ર ચાલુ જ છે. પરભણીમાં મરાઠા આરક્ષણની માગણી સાથે હાથ- પગમાં મેસેજ લખીને યુવકે જીવન ટુંકાવી લીધું હતું. વિવાહિત યુવક ઝેર ગટગટાવી ગયો હતો. પોલીસે આ મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.

પરભણીના જીંતુર તાલુકાના રેપા ગામમાં રહેતો પરિણીત દત્તા શિવાજી પવાર (ઉં.વ.૩૨) ખેતરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.મૃતક યટુવકે આત્મહત્યા કરવા પહેલા બંને હાથ-પગ પર સ્યુસાઇડ નોટ લખી હતી.

તેણે પેનથી પગ પર એક અસલ પાટીલ મરાઠા આરક્ષણ ૨૪ ડિસેમ્બરે અને બંને હાથ પર 'મિશન મરાઠા ૨૦૨૪ આરક્ષણ ૨૦૨૩ કામ કરતા ૫૦ મરાઠા' એવો મેસેજ લખ્યો હતો. આ બનાવની જાણ થતા મરાઠા આરક્ષણ સમન્વય સમિતીના પદાધિકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. મૃતકના પરિવારમાં પત્ની, માતા, પિતા, ત્રણ પુત્રીનો સમાવેશ છે. 

મરાઠા આરંક્ષણ માટે રાજ્યમાં આંદોલનના લીધે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. આ સાથે અગાઉ આરક્ષણની માગણી સાથે અનેક ખેડૂત, વિદ્યાર્થી, યુવક- યુવતીએ આત્મહત્યા કરી છે. 


Google NewsGoogle News