આર્થિક ભીંસને કારણે ભણી નહીં શકતાં યુવતીની આત્મહત્યા

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
આર્થિક ભીંસને કારણે ભણી નહીં શકતાં યુવતીની આત્મહત્યા 1 - image


ભિવંડીમાં ઘરે ગળે ફાંસો ખાધો

પાવરલૂમ કામદારની દીકરી ભણવા માટે જ યુપીથી ભિવંડી આવી હતી

મુંબઇ  :  આર્થિક  સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ પૂર્ણ ન કરી શકતા ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતા ભિવંડીમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

શાંતિનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યુ ંહતું કે ભિવંડીના મૌલાના આઝાદ નગરમાં રહેતી યુવતીએ તેના ઘરમાં છત સાથે ગળાફાંસો ખાધો હતો. આ મામલે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ વિદ્યાર્થિનીને પિતા પાવરલૂમ કારખાનામાં કામ કરે છે. ઉતરપ્રદેશમાં મૂળ વતનમાંઆ યુવતી અભ્યાસ કરતી હતી. તાજેતરમાં તેને ભિવંડી લાવવામાં આવી હતી.

અહીં પિતા આર્થિક સંકડામણને કારણે આગળ ભણાવી શકતા નહોતા. જેના લીધે તે હતાશ થઇ ગઇ હતી. છેવટે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.



Google NewsGoogle News