Get The App

હવે મુંબઈ યુનિવર્સિટીમાંથી ક્રિકેટના કોર્સની પણ ડિગ્રી મળશે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
હવે મુંબઈ યુનિવર્સિટીમાંથી ક્રિકેટના કોર્સની પણ ડિગ્રી મળશે 1 - image


એમસીએ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે

પ્રોફેશનલ કોર્સમાં ક્રિકેટને સમાવિષ્ટ કરી તેની મેદાની તાલીમ પણ વિદ્યાર્થીઓને અપાશ

મુંબઈ -  મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ટૂંક સમયમાં મુંબઈ યુનિવર્સિટીના સહયોગે ક્રિકેટનો ડિગ્રી કોર્સ શરુ કરશે.  એમસીએની બુધવારે રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

ક્રિકેટ  એ વ્યવસાયિક રમત બની ગઈ છે. તે માટે અનેક ક્ષેત્રોમાંથી મદદ પણ મળતી હોય છે. મેદાનની સારસંભાળ, પીચ તૈયાર કરવી, વિડીયો એનાલિસ્ટ, તાલીમ, સ્કોરિંગ, પંચ જેવી વિવિધ બાબતોમાં આ કોર્સ દ્વારા પ્રવિણતા મેળવી શકાશે. તેમાં ક્રિકેટપ્રેમીને પ્રત્યક્ષ મેદાનમાં શીખવાનો અનુભવ પણ મળશે. રમતાંની સાથે જ ક્રિકેટના વિદ્યાર્થીઓ વિવિધ વ્યવસાયિક કૌશલ્ય પણ મેળવી શકશે.

 વળી આ રમતના કોર્સ દ્વારા તેમને શૈક્ષણિક પાત્રતા પણ મળશે. આ બાબતે આ મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં તમામ બાબતો નિશ્ચિત કરવાના અમારા પ્રયાસો છે. આ કોર્સ નવા શૈક્ષણિક વર્ષમાં શરુ કરવાનો પ્રયાસ રહેશે, એવું એમસીએના સેક્રેટરીએ જણાવ્યું હતું.



Google NewsGoogle News