હવે ચિખલોલી સ્ટેશન પર પણ ટ્રેનો ઊભી રહેશે : અંબરનાથ-બદલાપુર વચ્ચે નવુ રેલવે સ્ટેશન
મુંબઈ,તા.28 ડિસેમ્બર, 2020, સોમવાર
મધ્ય રેલવેની મેનલાઈન પર અંબરનાથથી બદલાપુર સ્ટેશન વચ્ચે નવા બંધાઈ રહેલા ચિખલોલી સ્ટેશન પર ટ્રેનોને ઊભી રહેવાની પરવનગી રેલવે બોર્ડ તરફથી આપી દેવાી છે. તેથી હવે ચિખલોલી નજીક રહેતા પ્રવાસીઓને ભારે રાહત મળશે.
નવિ ચિખલોલી સ્ટેશન હોલ્ટ સ્ટેશન તરીકે રેલવે બોર્ડ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ૧૫ મી સપ્ટેંબર ૨૦૨૦ના રોજ આ બહુચર્ચિત પરંતુ પ્રતિક્ષિત રેલવે સ્ટેશનનું બાંધકામ શરૃ કરાયું હતું. અને હાલ આ સ્ટેશન બંધાઈને તૈયાર થઈ ગયું છે.
આ સ્ટેશન બાંધવા માટે રેલવે મંત્રાલય તેમજ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)એ ૨૦૧૦ માં મંજૂરી આપી હતી તે સિવાય કલ્યાણ અને બદલાપુર વચ્ચે ૧૪ કિમી લાંબી વધારાની બે રેલવે લાઈન બાંધવાનો પણ પ્રસ્તાવ હતો. જેના માટે ૧૫૧૦ કરોડ રૃપિયાનો ખર્ચ અપેક્ષિત હતો.
જોકે હવે રેલવે મંત્રાલયે આ સ્ટેશનને હોલ્ટ સ્ટેશન તરીકેની મંજૂરી આપી દીધી છે. આ રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ૬૪.૧૭ કિમી દૂર આવેલું છે. જોકે લોકલ ટ્રેનોને અહીં ક્યારથી ઊભી રાખવી તે બાબતનો નિર્ણય હજી લેવાયો નથી.