Get The App

હવે ધો.10ને બદલે માત્ર ધો.12માંની જ પરીક્ષા બોર્ડ દ્વારો

Updated: Dec 22nd, 2022


Google News
Google News
હવે ધો.10ને બદલે માત્ર ધો.12માંની જ પરીક્ષા બોર્ડ દ્વારો 1 - image


આગામી શૈક્ષણિક વર્ષથી નવી નીતિ

ધો.8નો સમાવેશ માધ્યમિકને બદલે પ્રાથમિકમાં કરાશે

મુંબઈ :  નવી શૈક્ષણિક નીતિ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી લાગુ થવા જઈ રહી છે. આથી ધો.૧૦ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી ધો.૧૧માં બોર્ડની પરીક્ષા લેવાની ઘોષણા પહેલાંના આદેશમાં હતી. પરંતુ હવે તે બદલીને બોર્ડની પરીક્ષા માત્ર બારમામાં લેવામાં આવશે.

૨૦૨૪-૨૪થી લાગુ થનારી નવી શૈક્ષણિક નીતિ મુજબ પહેલાથી પાંચમા ધોરણનો પ્રિ-પ્રાયમરીનો તબક્કો હશે. જે પહેલાં ચોથા ધોરણ સુધી હતી. ત્યારબાદ છઠ્ઠાથી આઠમા ધોરણનો પ્રાથમિક વિભાગનો બીજો તબક્કો હશે. પહેલાં તેમાં પાંચમાથી સાતમા ધોરણનો સમાવેશ થતો હતો. 

હવે માધ્યમિક ધોરણમાંથી આઠમાને કાઢી લઈ તે પ્રાથમિકમાં મુકાયું છે અને દસમાને બદલે બારમામાંબોર્ડ લેવાનું નક્કી કરાયું છે. આથી નવમાથી અગિયારમા ધોરણનો માધ્યમિક શિક્ષણમાં સમાવેશ થશે અને બારમામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આઠમા ધોરણમાં પ્રાથમિક તબક્કાનો અંત થતો હોવાથી ત્યાં માત્ર ક્ષમતા પરીક્ષા લેવાશે.


Tags :
12thexamboard

Google News
Google News