દક્ષિણ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
દક્ષિણ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ 1 - image


જર્જરિત બિલ્ડિંગો પરનું જોખમ ભારે વરસાદના પગલે વધ્યું!

જો માલિક અથવા ભાડૂત નોટિસની અવગણના કરે તો મ્હાડા 'ટેકઓવર' કરી લેવા તૈયાર, 6 મહિનાની મુદ્દત અપાઈ

મુંબઈ : દક્ષિણ મુંબઈમાં જૂની ઈમારતોની સંખ્યા લગભગ ૧૪૦૦૦ છે, જેમાંથી ઘણી ઈમારત જોખમી બની ગઈ છે. ઈમારતોનો કેટલોક હિસ્સો તૂટી પડવાનું ચોમાસામાં વધી જતું હોય છે. જર્જરિત ઈમારતોના મુદ્દે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપોમેન્ટ ઓથોરિટી (એમએચએડીએ) ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બિનસલામત બિલ્ડિંગોના માલિકો અને રહેવાસીઓને નોટિસ આપવાનું મ્હાડાએ શરૃ કર્યું છે. નિશ્ચિત મુ તમાં રિડેવલોપમેન્ટ પ્રક્રિયા શરૃ કરવાનું માલિકોને નોટિસમાં કહેવામાં આવ્યું છે.

માલિકોને પહેલાં નોટિસ  મોકલવામાં આવે છે અને રિડેવલોપમેન્ટ પ્રક્રિયા શરૃ કરવા ૬ મહિનાનો સમય આપવામાં આવે છે. માલિકો યોગ્ય પ્રતિભાવ નહીં આપે તો બિલ્ડિંગના કબ્જેદારોને નોટિસ મોકલવામાં આવે છે.

માલિક અને ભાડૂત બન્ને નોટિસની  અવગણના કરે તો મ્હાડા ઈમારતનો કબ્જો લઈ લે છે અને રિડેવલપમેન્ટ પ્રક્રિયા આગળ ધપાવે છે.

૮૪૯ જમીન માલિકોને નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ૩૩૦ કેસની સુનાવણી થઈ ચૂકી છે. ભાડૂતોના કબ્જામાં હોય તેવી ૩૨૨ બિલ્ડિંગને આપવામાં આવી છે અને ૧૨૦ કેસમાં ઓર્ડર જાહેર કરી દેવામાં આવ્યો છે. ૪૧ બિલ્ડિંગ માલિકો અને ૯ રેસિડેન્શિયલ બિલ્ડિંગની રિડેવલપમેન્ટ દરખાસ્ત મ્હાડાને મળી છે.  રિડેવલોપમેન્ટમાં જનારી બિલ્ડિંગોના રહેવાસીઓનું ટ્રાન્ઝિટ કેમ્પમાં જવું પડે છે દક્ષિણ મુંબઈના રહેવાસીઓને અને ઓફરનો અસ્વીકાર કરીને જ્યાં રહે છે ત્યાં જ રહેવાનું પસંદ કરાય છે. તાજતેરમાં દક્ષિણ મુંબઈમાં એક ઈમારત તૂટી પડી હતી તે પછી આ મામલે તાત્કાલિક પગલાં ભરવાનું શરૃ કરાયું છે.

મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રકશન બોર્ડ દ્વારા સેસ્ડ ઈમારતોના રિડેવલોપમેન્ટ માટેના પ્રયાસોમાં ઝડપ લાવવામાં આવી છે.  ટ્રાન્ઝિટ  કેમ્પનો મુદ્દો નડતરરૃપ છે. જો દક્ષિણ મુંબઈના રહેવાસીઓ પૂર્વના અથવા પશ્ચિમના પરાંઓમાં ટ્રાન્સિટ કેમ્પ આપવાના બદલે દક્ષિણ મુંબઈમાં જ વ્યવસ્થા કરી શકાય તો પ્રક્રિયા ઝડપી બની શકે છે તેવું એક નિષ્ણાતનું માનવું છે.



Google NewsGoogle News