એસપી બાલાસુબ્રમણ્યનો અવાજ એઆઈથી રિક્રિએટ કરાતાં નોટિસ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
એસપી બાલાસુબ્રમણ્યનો અવાજ એઆઈથી રિક્રિએટ કરાતાં નોટિસ 1 - image


સ્વ. ગાયકના પુત્રની ફિલ્મ સર્જકોને નોટિસ

3 વર્ષ પહેલાં અવસાન પામી ચૂકેલા ગાયકનો અવાજ રિક્રિએટ કરાયો

મુંબઇ :  તેલુગુ ફિલ્મ 'કીડા કોલા'માં સ્વ. ગાયક એ.પી. બાલાસુબ્રમણ્યમનો અવાજ એઆઈની મદદથી રિક્રિેટ કરાતાં સ્વ. ગાયકના પુત્ર એસ.પી. કલ્યાણચરણે ફિલ્મ નિર્માતાઓને નોટિસ પાઠવી છે.  

થોડા સમય પહેલાં સંગીતકાર એ. આર. રહેમાને પણ બે સ્વર્ગસ્થ ગાયકોનો અવાજ રિક્રિએટ કર્યો હતો. જોકે, તે કિસ્સામાં રહેમાને દાવો કર્યો હતો કે પોતે એ ગાયકોના પરિવારજનોની સંમતિ લીધી છે. 

જોકે, એસ પી બાલાસુબ્રમણ્યમના અવાજને એઆઈની મદદથી રિક્રિએટ કરાતાં પહેલાં તેમના પરિવારજનોને જાણ પણ કરાઈ નથી. તેમને કોઈ રોયલ્ટી પણ અપાઈ નથી. 

ફિલ્મના સંગીતકાર વિવેક સાગરે એક ઈન્ટરવ્યૂમાં એસ.પી. બાલાસુબ્રમણ્યમનો અવાજ રિક્રિએટ કરાયો હોવાની કબૂલાત કર્યા બાદ પરિવારજનોને આ અંગે જાણ થઈ હતી. 

પરિવારજનોએ જણાવ્યું હતુ ંકે કોઈ મૃત વ્યક્તિના અવાજનો આ રીતે દુરુપયોગ બહુ ખોટું છે. કમસેકમ તેમના પરિવારજનોને આ બાબતમાં વિશ્વાસમાં લેવાવા જોઈતા હતા. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેમનો અવાજ સાર્વજનિક માલિકીનો બની જતો નથી.



Google NewsGoogle News