ભાજપ ખુદ પોતાના સાંસદની ફિલ્મ અટકાવે એ શક્ય નથી, ૨૫ સપ્ટે. સુધીમાં નિર્ણય લો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ભાજપ ખુદ પોતાના સાંસદની ફિલ્મ અટકાવે એ શક્ય નથી, ૨૫ સપ્ટે. સુધીમાં નિર્ણય લો 1 - image


કંગનાની ઈમર્જન્સી અટકાવવા બદલ સેન્સરને ખખડાવીે હાઈકાર્ટે મહેતલ આપી

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સર્જનાત્મક આઝાદીને રુંધી શકાય નહિ, સેન્સ ર કાયદો વ્યવસ્થા કથળવાના ભયે કોઈ ફિલ્મનું સર્ટિ અટકાવી ન શકે

કેન્દ્રમાં શાસક ભાજપ જ  રાજકીય સ્વાર્થ ખાતર પોતાના જ સાંસદની ફિલ્મને  અટકાવે છે તેવી  સહ નિર્માતા ઝી સ્ટુડિયોની દલીલ હાઈકોર્ટે ફગાવી

મુંબઈ :  બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી)ને ભાજપની સાંસદ કંગના રણૌતે બનાવેલી અને તેની જ મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ 'ઈમર્જન્સી'ને રીલિઝ કરવા અંગે આગામી તા. પચ્ચીસમી સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે. ફિલ્મની રીલિઝ અટકાવવા બદલ સેન્સર બોર્ડને ઠપકો આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સર્જનાત્મક આઝાદીને રુંધી શકાય નહિ. કાયદો અને વ્યવસ્થા કથળવાના ભયે સેન્સર કોઈ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી શકે નહીં. ભાજપ દ્વારા રાજકીય કારણોસર કંગનાની  ફિલ્મને અટકાવાઈ છે અને સેન્સર પર દબાણ છે તેવી આ ફિલ્મની સહ નિર્માતા કંપની અને અરજદાર ઝી સ્ટુડિયોની દલીલ ફગાવતાં હાઈકોર્ટે કહ્યું હતું કે ભાજપ પોતાના જ સાંસદની ફિલ્મને અટકાવે તે શક્ય નથી.

ફિલ્મમાં શીખ સમુદાયનું ખોટી રીતે ચિત્રણ કરવામાં આવ્યું હોવાના મુદ્દે અનેક રજૂઆતો બાદ સેન્સર બોર્ડે આ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી દેતાં ઝી સ્ટુડિયો દ્વારા બોમ્બે હાઈકોર્ટમા ંસેન્સરને સર્ટિફિકેટ તત્કાળ જારી કરવાનો આદેશ આપવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે તત્કાળ એવો આદેશ આપવાનો ઈન્કાર કરી સેન્સરને તેને મળેલી રજૂઆતો બાદ નિયત  સમયમર્યાદામાં નિર્ણય લેવા કહ્યું હતું. આ કારણોસર આ ફિલ્મ તેની પૂર્વઘોષિત રીલિઝ ડેટ તા. છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રજૂ થઈ શકી ન હતી. 

બોમ્બે હાઈકોર્ટની જસ્ટીસ  બર્ગેઝ  કોલાબાવાલા તથા જસ્ટીઝ ફિરદૌસ પૂનીવાલાની  ડિવિઝન બેન્ચે આ અરજીની સુનાવણી હાથ ધરી હતી. ઝી સ્ટુડિયોના વકીલે એવી દલીલ કરી હતી કે  હરિયાણા વિધાનસભાની ચૂંટણીના કારણે  આગામી તા. પાંચમી ઓક્ટોબર પહેલાં ફિલ્મ રીલિઝ નહિ થવા દેવાનું દબાણ હોવાથી સીબીએફસી દ્વારા જાણીબૂઝીને ફિલ્મની રીલિઝ અટકાવવામાં આવી રહી છે. તેમણે દલીલ કરી હતી કે આ ફિલ્મની સહનિર્માતા કંગના રણૌત  શાસક પક્ષ ભાજપની સંસદસભ્ય છે અને ભાજપ તેના જ પક્ષના સાંસદની બનાવેલી ફિલ્મ દ્વારા એક ચોક્કસ સમુદાયની લાગણીઓ દૂભાય તે માટે ઈચ્છૂક નથી. તેમણે કહ્યું હતું કે આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. તેઓ પોતાના સર્વાંગી રાજકીય હિતનું વિચારી રહ્યા છે અને તેથી  ભાજપની જ ઈચ્છા નથી કે આ ફિલ્મ રીલિઝ થાય.

આ તબક્કે જસ્ટીસ કોલાબાવાલાએ પૂછ્યું હતું કે શું આ ફિલ્મની રીલિઝમાં વિલંબ થશે તો જે લોકો ભાજપને મત આપવાના હશે તેમના નિર્ણય પર કોઈ અસર પડશે ખરી ? 

શાસક પક્ષ પોતાના પક્ષના સંસદસભ્યએ બનાવેલી ફિલ્મ અટકાવવા માગે એ કેવી રીતે શક્ય છે? જો કોઈ વિપક્ષી પાર્ટી શાસનમાં હોત તો અમે આ દલીલને ધ્યાને લીધી હોત, એમ તેમણે કહ્યું હતું. 

શું ભાજપ પોતાના સંસદસભ્યની વિરુદ્ધ જ વર્તે છે ેતેવો પ્રશ્ન જસ્ટીસ કોલાબાવાલાએ કરતાં ઝી સ્ટુડિયોના વકીલે  કહ્યું હતું કે કંગનાને પક્ષ દ્વારા શિસ્તમાં રહેવા જણાવાયું છે. 

હાઈકોર્ટે ગઈ તા. ચોથી સપ્ટેમ્બરના રોજ સેન્સર બોર્ડને જબલપુર શીખ સંગઠનની રજૂઆતો સંદર્ભમાં આ ફિલ્મ વિશે તા. ૧૮મી સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લઈ લેવા જણાવ્યું હતું. તે સંદર્ભમાં  સેન્સરે આજે કોર્ટને એમ કહ્યું હતું કે આ ફિલ્મ વિશે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી કારણ કે ફિલ્મનો મામલો સીબીએફસીની રીવાઈઝિંગ કમિટીને સોંપાયો છે. આ સાંભળી હાઈકોર્ટ નારાજ થઈ હતી અને હવે આ ફિલ્મને રીલિઝ કરવી કે નહીં તે અંગે હવે તા. પચ્ચીસમી સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવે તેવો આદેશ હાઈકોર્ટે સેન્સર બોર્ડને આપ્યો હતો. તમે જે કરવા માગો તો પરંતુ તમારે આ તારીખ સુધીમાં નિર્ણય લઈ જ લેવો પડશે. તમારામાં એમ કહેવાની હિંમત પણ હોવી જોઈએ કે અમે આ ફિલ્મ રીલિઝ થવા દેવા ઈચ્છતા નથી. અમે તમારાં એ વલણની પણ કદર કરશું. પરંતુ, આમ વાડ પર બેસી ન રહો. તમે એમ કહેશો કે ફિલ્મ રીલિઝ ન થવી જોઈએ તો પણ અમે તો અમારો નિર્ણય આપશું જ. એમ કોર્ટે જણાવ્યું હતું. 

ફિલ્મોની રીલિઝ સામે વાંધા અટકાવો, રચનાત્મક આઝાદી છે

હાઈકોર્ટે  કહ્યુ ંહતું કે કાયદો અને વ્યવસ્થાનો  પ્રશ્ન ઊભો થશે તેમ કહી સેન્સર કોઈ ફિલ્મ અટકાવી શકે નહીં. શું આ દેશના લોકો એટલા ભોળા છે કે ફિલ્મમાં દર્શાવેલી દરેક બાબતને સાચી માની લે? તેવો સવાલ કોર્ટે  કર્યો હતો. આ કોઈ ડોક્યુમેન્ટરી નથી.સર્જનાત્મક આઝાદીનું શું ? આ દેશમાં કરોડો ઈન્ટરનેટ યૂઝર્સ છે. ફિલ્મ ની રીલિઝ સામે વાંધા લેવાનું બંધ કરો. નહીં તો રચનાત્મક આઝાદી અને વાણી તથા સ્વતંત્રતાની અભિવ્યક્તિનું શું થશે?  જો આવા વાંધા ઉઠાવાતા રહેશે તો આપણે જ સર્જનાત્મક આઝાદીને રુંધતા 

ફિલ્મોમાં પારસીઓનાં ચિત્રણને અમે હસી કાઢીએ છીએઃ જસ્ટીસ કોલાબાવાલા

આ ફિલ્મથી એક ચોક્કસ સમુદાયની લાગણી દૂભાતી હોવાના વિવાદ સંદર્ભમાં જસ્ટીસ કોલાબાવાલાએ સવાલ કર્યો હતો કે ફિલ્મમાં ચિત્રણથી કોઈ સમુદાયની લાગણી ઘવાય તેવું કઈ રીતે બને ? લગભગ દરેક ફિલ્મમાં મારી કોમની મજાક જ ઉડાવવામાં આવે છે પરંતુ અમે પણ સાથોસાથી હસીએ છીએ અને આ ચિત્રણ અમારી કોમની વિરુદ્ધ છે તેમ માનતા નથી એમ ખુદ પારસી એવા જસ્ટીસ કોલાબાવાલાએ કહ્યું હતું. રહેશું.



Google NewsGoogle News