બીમારીને લીધે વહેલા ઉઠાતું નથીઃ પ્રજ્ઞા ઠાકુરનું કોર્ટને નિવેદન

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
બીમારીને લીધે વહેલા ઉઠાતું નથીઃ પ્રજ્ઞા ઠાકુરનું કોર્ટને નિવેદન 1 - image


અન્ય આરોપીઓ કરતાં બે કલાક મોડાં આવ્યાં

માલેગાંવ કેસમાં કોર્ટ 3જી ઓક્ટોબરે આરોપીઓના નિવેદન નોંધશે

મુંબઈ :  માલેગાંવ ૨૦૦૮ બોમ્બ  ધડાકા કેસમાં આરોપી અને ભાજપના સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુરે  વિશેષ એનઆઈએ કોર્ટ સમક્ષ સોમવારે હાજરી પુરાવી હતી. તેઓ અન્ય આરોપીઓ કરતાં બે કલાક મોડાં  આવ્યાં હતાં. તેમણે કોર્ટને એમ જણાવ્યુ ંહતું કે બીમારીને લીધે પોતાનાથી વહેલાં ઉઠી શકાતું નથી.

ેસમાં સાત આરોપીમાંના એક ઠાકુર બપોરે બે વાગ્યે હાજરી આપી હતી. કેસમાં અન્ય આરોપીઓના આવ્યા બાદ બે કલાકે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ઠાકુરે કોર્ટને જણાવ્યું હતું કે તેમને બીમારીઓ હોવાથી સવારે વહેલા ઉઠી શકતા નથી. 

કોર્ટે આરોપીના નિવેદનો રેકોર્ડ કરવા ત્રીજી ઓક્ટોબર પર સુનાવણી રાખી છે.કોર્ટને સરકારી પક્ષે જાણ કરી હતી કે કેસમાં પુરાવા રેકોર્ડ કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે કોઈ સાક્ષી તપાસવો જરૃરી નથી. હવે કોર્ટ આરોપીઓના નિવેદન રેકોર્ડ કરશે.

કોર્ટમાં માત્ર છ આરોપી હાજર હતા. ધાર્મિક  વિધિ હોવાથી સુધારક દ્વીવેદીએ ગેરહાજરી પુરાવી હતી.  કોર્ટે તેમની અરજી ફગાવીને રૃ. પાંચ હજારનું જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.  

ગત ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં થયેલા બોમ્બધડાકામાં ૧૦૦ને ઈજા થઈ હતી અને છનાં મોત થયા હતા.


Google NewsGoogle News