બાળકોની રમત નથી, કાયદો બેસીને સમજાવવો પડશે? સ્પીકરને સુપ્રીમ કોર્ટની ફટકાર

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
બાળકોની રમત નથી, કાયદો બેસીને સમજાવવો પડશે? સ્પીકરને સુપ્રીમ કોર્ટની ફટકાર 1 - image


ધારાસભ્યોને અપાત્ર ઠેરવવાની સુનાવણીમાં વિલંબ માટે વધુ એકવાર ઠપકો

લોકસભા ચૂંટણી પહેલાં નિર્ણય લેવો પડશેઃ આ ગંભીર બાબત છે : મંગળવારે સમયપત્રક રજૂ કરો અન્યથા અમે બે મહિનાની મુદત આપશે જે પાળવી પડશે

સ્પુર્મીની ચોખી વાત: સ્પીકર માત્ર વિલંબ નીતિ અપનાવી રહ્યા છે, તેમનું સમયપત્રક અમને જરાય મંજૂર નથી

મુંબઈ :  વિધાનસભા સ્પીકર દ્વારા ધારાસભ્યોની અપાત્રતાની સુનાવણીમાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ઠાકરે જૂથ અને એનસીપીની અરજી પર એકત્ર સુનાવણી લેવામાં આવી હતી. આ સુનાવણીમાં સ્પીકર રાહુલ નાર્વેકરે બે મહિનામાં નિર્ણય લેવો આવશ્યક હોવાનું મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું હતું. તેમ જ સ્પીકરને જઈને કોઈ કહો કે આ પ્રકરણ ગંભીરતાથી લેવાની જરૃર છે, એમ તેમણે જણાવીને આ કંઈ બાળકોની રમત છે? એવા કડક શબ્દમાં ખખડાવ્યા હતા. આગામી ચૂંટણી પહેલાં નિર્ણય લેવો જોઈશે અરજી નિરર્થક થવી જોઈએ નહીં, એમ પણ તેમણે જણાવ્યું હતું

મુખ્ય ન્યાયમૂર્તિએ વિધાનસભા સ્પીકરની સુપ્રીમ કોર્ટમાં બાજૂ રજૂ કરનારા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ કડક શબ્દોમાં સંભળાવ્યું હતું.કાયદો તમને બેસીને શીખવવો પડશે, એમ તેમણે જણાવ્યું હતું. અપાત્રતાના કેસની સુનાવણી માટે નાર્વેકરે નક્કી કરેલા સમયપત્રક પર ભારતના મુખ્ય ન્યાયાધીશે ટીકા કરી હતી. 

સ્પીકરનું પદ સંસદીય સરકારનો ભાગ છે, આથી અમે કોઈ ટાઈમફ્રેમ આપતા નથી, પણ તે સમયસર નિર્ણય આપે નહીં તો તેમને જવાબદાર ધરવા પડશે અને અમારે આદેશ આપવો પડશે અને નક્કી કરેલી સમય મર્યાદામાં અધ્યક્ષે નિર્ણય આપવો જ પડશે, એમ મુખ્ય ન્યાયાધીશ જણાવ્યુ હતું.

સ્પીકરનું સમયપત્રક અમને જરાય માન્ય નથી, એમ જણાવીને મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પીકર અને તેમની કાર્યપદ્ધતિ બાબતે અત્યંત નારાજગી વ્યક્ત કરી હતી. ફક્ત વિલંબ કરવાનું ધોરણ સ્પીકર અપનાવી રહ્યા હોવાનું પ્રથમદ્રષ્ટીએ જણાય છે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સ્પીકરને સ્પષ્ટ શબ્દમાં આદેશ આપવામાં આવે છે કે મંગળવારે ૧૭ ઓક્ટોબરે સ્પીકરે નવું સમયપત્રક રજૂ કરવું. જો નિશ્ચિત સમયપત્રક સ્પીકર પાસેથી આવી શક્યું નહીં તો ના છૂટકે સુપ્રીમ કોર્ટે વિશિષ્ટ ટાઈમલાઈન તૈયાર કરી આપવી પડશે. બેવ મહિનામાં ટાઈમલાઈન હોઈ શકે છે જે સ્પીકર  માટે બંધનકારક હશે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ૧૧ મેના રોજ આ કેસમાં ચુકાદો આપીને સ્પીકરને અધિકાર સોંપ્યા હતા, પણ પાંચ મહિના છતાં સુનાવણી આગળ વધી નહોવાથી સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યા હતા. 

દરમ્યાન એનસીપી વતી અજિત પાવર જૂથે ત્રણ હસ્તક્ષેપ અરજી કરી છે. વ્હીપ અનિલ પાટીલ, નરહરી ઝિરવળ અને છગન ભુજબળના નામે સ્વતંત્ર અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે કેસ ચૂંટણી પંચ સમક્ષ પ્રલંબિત છે અને અનિલ પાટીલે જણાવ્યું છે કે પોતે વ્હીપ છે. નરહરી ઝિરવળે જણાવ્યું છે કે પોતે ડેપ્યુટી સ્પીકર છે, એમ જણાવીને આ કેસમાં ઉતાવળ કરવાની જરૃર નથી.


Google NewsGoogle News