અનમોલ બિશ્નોઈ સહિત બે સામે બિનજામીનપાત્ર વરોન્ટ જારી કરાયું
સલમાન ખાનના ઘર પર ગોળીબાર કેસ
બંને હાલ કેનેડામાં હોવાનું પોલીસનું માનવું છે
મુંબઈ : અભિનેતા સલમાન ખાનના બાંદરા નિવાસસ્થાનની હાર ગોળીબારની ઘટના સંબધે વિશેષ કોર્ટે શુક્રવારે જેલ ભોગવી રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ અને બિશ્નોઈ ટોળકીના કહેવાતા રોહિત ગોદેરા સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે.
લોરેન્સ તેમ જ ગોદેરા અને અનમોલને પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ફરાર દર્શાવ્યા છે. લોરેન્સ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છે. અનમોલ અને ગોદેરા કેનેડામાં હોવાનું પોલીસનું માનવું છે.
સરકારી પક્ષની અરજીને માન્ય કરીને વિશેષ જજ શેળકેએ બંને ફરાર અરોપી સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું. આ કેસમાં છની ધરપકડ કરવામાં આવી હતી. એમાંથી એકે કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી.
૧૪ એપ્રિલના રોજ પરોઢિયે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કની પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.