2013ના ઠગાઈના કેસમાં મનોજ જરાંગે સામે ફરી વાર બિનજામીનપાત્ર વોરન્ટ જારી
ફરિયાદીએ શંભુરાજેના શો કર્યા બાદ રકમ ચૂકવણીને લઈને વિવાદ
ઉપોષણ પર હોવાથી ગેરહાજર રહ્યા હોવાની રજૂઆત ક રાઈ
મુંબઈ : ૨૦૧૩ના ઠગાઈના કેસ સંબંધે મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે કોર્ટમાં હાજર નહીં રહેતાં પુણેની કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. જરાંગેએ જાલના જિલ્લામાં પોતાના ગામમાં ૨૦ જુલાઈથી મરાઠા ક્વોટાને લઈને બેમુદત ઉપોષણ ચાલુ કર્યા હતા. ૩૧ મેના રોજ તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યા બાદ કોર્ટમાં હાજરી પુરાવીને વોરન્ટ રદ કરાવ્યું હતું જોકે કોર્ટે રૃ.૫૦૦નો દંડ ફટકાર્યો હતો. કેસમાં જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સામે મંગળવારે સુનાવણી હતી પણ જરાંગે ઉપવાસ પર હોવાથી હાજર રહી શક્યા નહોતા, એમ તેમના વકિલે મંગળવારે કોર્ટને જણાવ્યું હતું.
અમે તેમને કોર્ટ સમક્ષ હાજર કરીશું અને વોરન્ટ રદ કરાવીશું એમ તેમના વકિલે જણાવ્યું હતું. ઠગાઈ, વિશ્વાસઘાતનો ગુનો જરાંગે અને અન્ય ત્રણ સામે ૨૦૧૩માં નોંધાયો હતો.
જરાંગે અને સહઆરોપીઓએ ૨૦૧૨માં ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ શંભુરાજેના છ શો જાલનામાં કરાવાના રૃ.૩૦ લાખ નક્કી થયા હતા. આની સામે ૧૬ લાખ અપાયા અને બાકીની રકમને લઈને વિવાદ થતાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટે પોલીસને કેસ નોંધવાની નિર્દેશ આપ્યો હતો.
જરાંગેએ ૨૦૧૩ના કેસમાં આગોતરા જામીન મેળવ્યા છે. પોલીસે આરોપનામું દાખલ કર્યું હતું પણ જરાંગેને સમન્સ જારી કરાયા નહોતા.જાન્યુઆર ૨૦૨૪માં કોર્ટે કેસની દખલ લઈને તેમને બે સમન્સ જારી કર્યા હતા.