5-6 ફેબ્રુ.ના ભાંડુપથી ધારાવી, બાંદ્રાથી જોગેશ્વરી વચ્ચે પાણી નહિ મળે
પવઈમાં પાણીની નવી લાઈન કાર્યરત કરવા કામગીરી
કેટલાક વિસ્તારોમાં બંને દિવસ તો કેટલાક વિસ્તારમાં પાંચમીએ અને કેટલાક વિસ્તારમાં છઠ્ઠીએ પાણી બંધ
મુંબઈ - પવઈમાં પાણીની નવી મુખ્ય પાઈપલાઈન શરુ કરવાનાં કામને કારણે આગામી તા. પાંચ તથા છઠ્ઠી ફેબુ્રઆરીના રોજ ભાંડુપ, કુર્લા,બાંદ્રા (પૂર્વ) થી જોગેશ્વરી( પૂર્વ) તેમજ દાદર થી ધારાવી સુધીના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું
મુંબઈ મહાનગરપાલિકાએ પવઈ એન્કર બ્લોક અને મરોશી વોટર ટનલ (ટનલ શાફ્ટ) વચ્ચે ૨૪૦૦ મીમી વ્યાસની નવી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કર્યું છે. નવી લાઈન કાર્યરત કરવા માટે આ સાથે તાનસા (પૂર્વ )અને (પશ્ચિમ)ની બે ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની આંશિક રીતે છુંટુ કરવાનું કામ હાથ ધરવામાં આવશે .જેથી ૨૪૦૦ મીમી વ્યાસની નવી પાણીની પાઇપલાઇન કાર્યરત થઈ શકે છે. આ કામગીરી તા. પાંચમીના સવારે ૧૧ વાગ્યાથી ગુરુવાર સાંજે પાંચ વાગ્યા સુધી એણ કુલ ૩૦ કલાક સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, પાલિકાના એસ વોર્ડ(ભાંડુપ), એલ વોર્ડ(કુર્લા), કે / પૂર્વ(વિલેપારલા પૂર્વથી જોગેશ્વરી પૂર્વ), એચ/પૂર્વ(બાંદ્રા પૂર્વ થી સાન્તાક્ઝ પૂર્વ) અને જી/ ઉત્તર (દાદર થી ધારાવી) વિભાગના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
ક્યા ક્યારે પાણી પુરવઠો બંધ રહેશે
બંને દિવસ પાણી બંધ
એસ ડિવિઝન શ્રીરામપાડા, ખિંડીપાડા, તુલશેતપાડા, મિલિંદ નગર. નારદાસ નગર, શિવાજી નગર, મરોડા ટેકરી, ભાંડુપ (પશ્ચિમ), ગૌતમ નગર, ફિલ્ટર પાડા, મહાત્મા ફુલે નગર, પાસપોલી ગામ, તાનાજીવાડી ઉદાનચન કેન્દ્ર, મોરારજી નગર. સર્વોદય નગર, ગાવદેવી ટેકરી. તુલશેતપાડા, ટેમ્ભીપાડા, નારદાસ નગર, રમાબાઈ નગર ૧ અને ૨, સાઈ હિલ ે
કે /પૂર્વ વોર્ડ ઃઆંતરરાષ્ટ્રીય વિમાનમથક અને સીપઝ - મુલગામ, ડોંગરી, એમ. આઈ. ડી. સી., રોડ નં. ૧ થી ૨૩, ટ્રાન્સ એપાર્ટમેન્ટ, મહેશ્વરી નગર, ઉપાધ્યાય નગર, ઠાકુર ચાલ, સાલ્વે નગર, ભવાની નગર, દુર્ગાપાડા, મામા ગેરેજ
કે /પૂર્વ વોર્ડ ઃ ચકલા, પ્રકાશ વાડી, ગોવિંદ વાડી, માલપા ડોંગરી નંબર ૧ અને ૨, હનુમાન નગર, મોટા નગર, શિવાજી નગર, શહીદ ભગતસિંહ કોલોની (ભાગ), ચરતસિંહ કોલોની (ભાગ), મુકુંદ હોસ્પિટલ, ટેકનિકલ વિભાગ, લેલેવાડી, ઇન્દિરા નગર, તકપાડા, એરપોર્ટ રોડ વિસ્તાર, ચીમટપાડા, સાગબાગ, મરોલ ઔદ્યોગિક વિસ્તાર, રામકૃષ્ણ મંદિર રોડ, જે. બી. નગર, બગરખા માર્ગ, કાંતિ નગર
કે /પૂર્વ ૈઃ કબીર નગર, બામનવાડા, પારસીવાડા, એરપોર્ટ વિસ્તાર, તરુણ ભારત કોલોની, ઇસ્લામપુરા, દેઉલવાડી, પી. અને. ટી. સમાધાન
એચ /પૂર્વ વોર્ડ બાંદ્રા ટમનસ
તા. પાંચમીએ પાણી બંધ
જી /ઉત્તર વિભાગઃ ધારાવી મુખ્ય માર્ગ, ગણેશ મંદિર માર્ગ, દિલીપ કદમ માર્ગ, જાસ્મીન માઇલ માર્ગ, માહિમ ફાટક, એ. કે. જી. નગર
તા. છઠ્ઠીએ પાણી બંધ
એસ વોર્ડઃક્વોરી માર્ગ, પ્રતાપ નગર માર્ગ, જંગલ મંગલ માર્ગ, ટેમ્ભીપાડા, ગાવદેવી માર્ગ, દત્ત મંદિર માર્ગ, તળાવ માર્ગ, લાલ બહાદુર શાી માર્ગ સોનાપુર જંકશનથી મંગતરામ પેટ્રોલ પંપ, ભાંડુપ (પશ્ચિમ), શિંદે મેદાન નજીકનો વિસ્તાર, પ્રતાપ નગર માર્ગ, ફૂલે નગર ટેકરી, રામનગર ઉદ્ચાન કેન્દ્ર, રાવતે કમ્પાઉન્ડ ઉદ્ચાન કેન્દ્ર, હનુમાન ટેકરી, અશોક ટેકરી, (નવું હનુમાન નગર) ત
એલ ડિવિઝન ઃ કુર્લા દક્ષિણ - કાજુપાડા, સુંદરબાગ, નવપાડા, હલાવપૂલ, ન્યૂ માઇલ રોડ, કાપડિયા નગર, ન્યૂ મ્હાડા કોલોની, પરિઘખાડી, તકિયા વોર્ડ, મહારાષ્ટ્ર કાટા, ગફુર ખાન એસ્ટેટ, પાઇપ લાઇન રોડ, લાલ બહાદુર શાી રોડ (પૂર્વ) ) અને પશ્ચિમ), ક્રાંતિ નગર, સંભાજી ચોક, રામદાસ ચોક, અન્ના સાગર માર્ગ
એલ સેક્શનઃ કુર્લા નોર્થ - ૯૦ ફૂટ રોડ, કુર્લા -અંધેરી માર્ગ, જરીમરી, ઘાટકોપર- અંધેરી લિંક રોડ, સાકી વિહાર માર્ગ, મારવા ઉદ્યોગ માર્ગ સેક્શન, સત્યનગર પાઇપલાઇન
જી /નોર્થ ડિવિઝન ઃજાસ્મીન મિલ રોડ, માટુંગા લેબર કેમ્પ, સંત રોહિદાસ રોડ, ૬૦ ફૂટ રોડ, ૯૦ ફૂટ રોડ, સંત કક્કાયા રોડ, એમ. પી. નગર ધોરવાડા, એમ. જી. રોડ, ધારાવી લૂપ રોડ, એ. કે. જી. નગર
કે /પૂર્વ વોર્ડથ ઃઓમનગર, કાંતિનગર, રાજસ્થાન સોસાયટી, સાંઈ નગર (ટેકનિકલ વિસ્તાર) સહર ગામ, સુતારપાખાડી (પાઈપલાઈન વિસ્તાર)
એચ/ પૂર્વ વોર્ડ ઃ એ. કે. માર્ગ, ખેરવાડી સવસ રોડ, બહેરામ પાડા, ખેરનગર, નિર્મલ નગર (બાંદ્રા પૂર્વ)