કોઈ સભાન છોકરી પહેલી જ મુલાકાતમાં છોકરા સાથે હોટેલરૃમમાં ન જાયઃહાઈકોર્ટ
બળાત્કારના કેસમાં આરોપીને દોષમુક્ત કરતો ચુકાદો
હોટલ રુમમાં બળાત્કારનો આરોપ પણ પીડિતા અને પિતાએ આપેલા નિવેદન ગળે ઉતરે એવા ન હોવાની નોંધ કરી કોર્ટે કેસ રદ કર્યો
મુંબઈ : કોઈ સભાન છોકરી અજાણ્યા છોકરા સાથે પહેલી મુલાકાતમાં હોટેલ રૃમમાં જાય નહીં કેમ કે છોકરી તરત જ છોકરા વિશે સચેત થઈ જતી હોય છે એવું નિરીક્ષણ કરીને બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે બળાત્કારના કેસમાં કસૂરવાર ઠરેલા યુવકને મુક્ત કર્યો હતો.
બળાત્કાર કેસમાં પીડિતાનું નિવેદન સ્વીકારવાનો ન્યા. ગોવિંદ સાનપે ઈનકાર કર્યો હતો. પીડિતાઓ દાવો કર્યો હતો કે તે ફેસબુક પર કસૂરવારન પહેલીવાર મળી હતી અને ત્યાર બાદ બંનેએ ચેટિંગ શરુ કર્યું હતું . તેઓ ફોન પર પણ એકબીજાના સંપર્કમાં રહેતાં હતાં. અન્ય જિલ્લામાં રહેતો યુવક પીડિતાને કોલેજમાં મળવા ફેબુ્રઆરી ૨૦૧૭માં આવ્યો અને માર્ચ ૦૧૭માં પણ આવ્યો હતો . તેણે પીડિતાને તેના ઘર પાસેની હોટેલરૃમમાં મળવા બોલાવી હતી. તે હોટેલમાં ગઈ ત્યાં યુવકે તેને જણાવ્યું હતું કે તેણે કોઈક મહત્ત્વની બાબતે વાત કરવા તેણે એક રૃમ બુક કરાવ્યો છે.
હોટેલ રૃમમાં જતાં તેમણે સંમતિથી જાતીય સમાગમ કર્યો હતો. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે યુવકે તેનાં વાંધાજનક ફોટા પાડયા હતા અને તેમનું બ્રેક અપ થયા બાદ તેણે ફેસબુક પર અપલોડ કરીને તેના સંબંધીઓ અને પરિવારના સભ્યોને શેર કર્યા હતા. યુવકે વાંધાજનક ફોટા તેના ફિયાન્સને પણ મોકલ્યા હતા આથી યુવતીએ કેસ કર્યો હતો.
આખી વાત ગળે ઉતરે એવી નહોવાનું જણાવીને ન્યા. સાનપે નોંધ કરી હતી કે પીડિતાએ જણાવ્યું નથી કે ચોક્કસ કઈ તારીખે કસૂરવારને હોટેલ રૃમમાં મળી હતી જયારે તેણે તેને શરીર સંબંધ બાંધવા કથિત દબાણ કર્યું હતું. યુવકનની કોઈ વાત પર ભરોસો રાખીને પીડિતા રૃમમાં ગઈ હોય અને જો મુશ્કેલીમાં હોવાનું જણાય તો બૂમા બૂમ કરી શકે છે. હોટેલ નિર્જન વિસ્તારમાં પણ નહોતી. આથી હોટેલ રૃમની ઘટના અવિશ્વસનીય છે. વધુમાં આરોપી દ્વારા પીડિતાની સતામણી વધી જતાં તેણે માતાપિતાને જણાવ્યું હતું. પિતાના નિવેદન પરથી જણાય છે કે માર્ચ ૨૦૧૭માં ફોટા અપલોડ કર્યા હતા તો ઓક્ટોબર ૨૦૧૭માં ફરિયાદ કેમ કરી એનો ખુલાસો પીડિતા કે તેના પિતાએ કર્યો નથી.
આથી કેસમાં તબીબી પુરાવા અને પીડિતા અને તેના પિતા તથા કેટલાંક સાક્ષીદારના નિવેદન પરથી કેસ વિશ્વસનીય જણાતો નથી આથી આરોપીને મુક્ત કરાયો હતો.