Get The App

પંપ નથી, 7 વર્ષથી મીટર નહીં છતાં પણ ખેડૂતના નામે વીજબિલ માફી

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
પંપ નથી, 7 વર્ષથી મીટર નહીં છતાં પણ ખેડૂતના નામે વીજબિલ માફી 1 - image


સીએમ બળી રાજા  મફત વીજ યોજનામાં લોલમ લોલ

સરાકરી તંત્ર દ્વારા વીજમાફીના ખોટા  આંકડા ઉપજાવવા કે પછી ઉચાપત માટે ખેલ ચાલી રહ્યો  હોવાની શંકા

મુંબઈ :   રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી બળીરાજા મફત વીજ યોજનામાં જે ખેડૂત પાસે કૃષિ પંપ જ નથી, જેનાં વીજ મીટર આશરે સાત વર્ષ પહેલાં કાઢી નાખવામાં આવ્યાં છે તેનો પણ વીજ વપરાશ દેખાડી વીજ ચુકવણી માફ કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો વસઈમાં સામે આવ્યો છે. વીજ મીટર વગર જ ખેડૂતને વીજ માફી દેખાડી લાભાર્થીઓના ખોટા આંકડા તથા મોટી રકમની ઉચાપત થઈ રહી હોવાની શંકા છે. 

રાજ્ય સરકારે ૨૦૨૪ની પચ્ચીસમી  જુલાઈથી ખેડૂતોનેકૃષિ કરવા માટે પંપ સાથે મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ૭.૫ હોર્સ પાવરના કૃષિ વીજ પંપ ધરાવતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે છે. તેમ જ સરકારે દાવો કર્યો છે કે રાજ્યના ૪૪ લાખ ૩ હજાર કૃષિપંપ વીજ ગ્રાહકોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકારે ૧૪, ૭૬૦ કરોડ રૃપિયાની સબસિડી આપી છે. આ યોજનાઓ દ્વારા વસઈ મંડળમાં ૧૧૦ સૌર કૃષિ પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સૌર કૃષિ પંપ યોજના હેઠળ ૧૦૫ સૌર કૃષિ પંપ અને કુસુમ યોજના હેઠળ ૫સૌર કૃષિ પંપ બેસાડવામાં આવ્યા છે. વસઈ ડિવિઝનમાં ૧૦૬ જગ્યાએ અને વિરાર ડિવિઝનમાં ૪ જગ્યાએ સૌરકૃષિ પંપ પંપ લગાવવામાં આવ્યા છે. પરંતુ, આ યોજનામાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. જે ખેડૂતો પાસે કૃષિ પંપ જ નથી અને વીજ મીટર જ નથી તેમને પણ વીજ ચુકવણી મોકલીને વીજ ચુકવણી માફ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વિરાર-વેસ્ટના નંદાખાલમાં રહેતાં મનવેલ તુસ્કાનોના ખેતરમાં કૃષિ પંપ હતો. પરંતુ, તે કૃષિ પંપ બળી ગયો હતો. તેનો ઉપયોગ થતો ન હોવાથી તેનું વીજ મીટર પણ વર્ષ ૨૦૧૭માં કાઢીને લઈ જવામાં આવ્યું હતું. પરંતુ, તાજેતરમાં તેમને વીજળીનું પેમેન્ટ થયું હોવાનો મેસેજ આવ્યો છે. જેમાં એપ્રિલ ૨૦૨૪ થી જૂન ૨૦૨૪ ના સમયગાળા માટે વર્તમાન વીજ બિલ રાજ્ય શાસને કર્યું હોવાનો મેસેજ તેમને મળ્યોહોવાથી સૌ કોઈ ચૌકી ઉઠયા હતા. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ૪૫૪ યુનિટ વીજળીનો વપરાશ થયો હતો અને રાજય શાસન દ્વારા રકમ માફ કરવામાં આવી છે. 

આ વીજ બિલ પર મુખ્યમંત્રી બળીરાજા મફત વીજ યોજનાની જાહેરાત છે અને તેના પર રાજ્યના મુખ્યમંત્રીની સાથે પ્રધાનમંત્રી અને બન્નેડેપ્યુટી ચીફ મિનિસ્ટરની તસવીરો પણ છે. સરકારી તંત્ર આ યોજનાના ખોટા આંકડા ઉપજાવી રહ્યું છે કે પછી સરકારી અધિકારીઓ દ્વારા નાણાંની ઉચાપત થઈ રહી હોવાની શંકા જાય છે. 

વીજ ગ્રાહક સંઘટનાના પ્રમુખ પ્રતાપ હોગાડેને આક્ષેપ અનુસાર ખેડૂતોને ૬૦થી ૬૫ યુનિટ વીજળી અપાય છે. પરંતુ દર મહિને સરેરાશ ૧૨૫ યુનિટનું બિલ અપાય છે.  તેમણે માગણી કરી છે કે રાજ્ય સરકારે વાસ્તવિક વીજળી વપરાશના આધારે કંપનીને યોગ્ય સબસિડી આપવી જોઈએ.  દરમિયાન, મહાવિતરણના એક વરિ અધિકારીના જણાવ્યા પ્રમાણે, સંબંધિત ખેડૂતના વાસ્તવિક પ્રકરણની તપાસ કરવામાં આવશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.



Google NewsGoogle News