ગણેશોત્સવમાં કોઇ પોલીસ જવાન યુનિ ફોર્મમાં ડાન્સ ન કરે

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ગણેશોત્સવમાં કોઇ પોલીસ  જવાન યુનિ ફોર્મમાં ડાન્સ ન કરે 1 - image


શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ 

ગયાં વર્ષે વિસર્જન યાત્રામાં અનેક જવાનો નાચતા હોવાના વીડિયો વાયરલ થયા હતા

મુંબઇ - ગણેશોત્સવ દરમ્યાન ફરજ બજાવતી વખતે કોઇ પોલીસ નાચે નહીં એવો પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આદેશ આપ્યો છે. યુનિફોર્મમાં કોઇ પોલીસ ઠુમકા લગાવી નાચશે તો તેની સામે આકરા પગલાં લેવામાં આવશે એવી તાકીદ કરવામાં આવી છે.

ગણેશોત્સવના કાર્યક્રમોમાં કે પછી ગણેશજીના આગમન કે વિસર્જન યાત્રામાં ગણવેશધારી પોલીસો નાચતા હોય એવી ગયા વર્ષે વિડિયો વાઇરલ થઇ હતી. તેની ગંભીર નોંધ લઇને કમિશનરે આ આદેશ આપયો છે.

ગણપતીના મુખ્ય વિસર્જન પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ ફોર્સની સજ્જતાનો તાગ મેળવવા યોજાયેલી મીટિંગ વખતે ફણસળકરે આ આદેશ આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે દરેક પોલીસે ફરજઅદા કરતી વખતે ગણવેશનું માન રાખવું જોઇએ.



Google NewsGoogle News