Get The App

ગોવિંદ પાનસરે હત્યા કેસમાં વધુ તપાસની જરુર નથી : હાઈકોર્ટ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
ગોવિંદ પાનસરે હત્યા કેસમાં વધુ તપાસની જરુર નથી : હાઈકોર્ટ 1 - image


જોકે, બે ભાગેડુઓની શોધખોળ ચાલુ રાખવા જણાવ્યું

હત્યા પાછળ વ્યાપક કાવતરૂં હોવાનો  પરિવારનો દાવો ફગાવાયોઃ જોે, આખરી સુનાવણી ડિસેમ્બરમાં

મુંબઈ: ગોવિંદ પાનસરેના હત્યા કેસમાં વધુ તપાસની આવશ્યકતા નથી તેવું સૂચન બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારે  ં કર્યું હતું. જોકે, હાઈકોર્ટે સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે  બે ભાગેડુ શકમંદની તપાસ ચાલુ રહેવી જોઈએ. પાનસરે પરિવારે પીટિશન કરી હતી કે તપાસ ચાલુ રહેવી જોઇએ. પાનસરે પરિવારની પીટિશનની સમીક્ષા બીજી ડિસેમ્બરે કરવામાં આવશે તેવું બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું.

પાનસરે હત્યા કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે તેવું તપાસકર્તા  એજન્સીએ વાકંવાર કહ્યું છે તેવું અવલોકન કોર્ટે કર્યું હતું.  તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી છે તેવું એફિડેવિટ એટીએસએ (એન્ટી-ટેરરિઝમ સ્કવોડ) હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું જેની સમીક્ષા હાઈકોર્ટના જસ્ટિસ એએસ ગડકરી અને જસ્ટિસ કમલ ખતાની બેન્ચે કરી હતી. તપાસ પૂર્ણ થઈ છે તેવું પુછવામાં આવતા સરકારી વકીલે સંમતિ દર્શાવી હતી.

પાનસરે પરિવારના એડવોેકેટે રજૂઆત કરી હતી કે હત્યા પાછળના માસ્ટર માઈન્ડની ઓળખ હજી થઈ નતી. રેશનાલિસ્ટડ દાભોલકરની અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે કેસ કડી ધરાવે છે. અને વ્યાપક કાવતરૂં હોઈ શકે છે તેવી શંકા એડવોકેટે ે વ્યક્ત કરી હતી. કોર્ટે આ દાવાને પાયાવિહોણો ગણી કહ્યું કે આથી કોઈ કડી હોવાના પુરાવા નથી. તપાસકર્તા એજન્સી પુરાવાઓ ઊભા કરી શકે નહીં અને આધાર વિના કોઈને આરોપી બનાવી નહીં શકે તેવું હાઈકોર્ટે કહ્યું હતું. અદાલતી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આથી હાઈકોર્ટની સતત દેખરેખ બિનજરૂરી છે તેવી દલીલ કેટલાંક આરોપીઓના એડવોકેટે રજૂ કરી હતી.

કોલ્હાપુરમાં ૧૬મી ફેબુ્રઆરી, ૨૦૧૫ તારીખે હુમલાખોરોએ ગોવિંદ પાનસરે પર ગોળીઓ છોડી હતાી અને ચાર દિવસ પછી મુંબઈની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

કોર્ટે કહ્યું હતું કે ''બે વર્ષથી એટીએસએ તપાસ કરી છે. યુએપીએની જોગવાઈઓ લાગુ પડી નહિં શકે તેવું એટીએસનું કહેવું છે. તેમણે તપાસ પૂરી કરી છે તેવું અમે માનીએ છીએ.''



Google NewsGoogle News