ઇઝરાયેલમાં વસતા 20 હજાર ભારતીયોમાં ખુવારીની વિગત નહીં

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલમાં વસતા 20 હજાર ભારતીયોમાં ખુવારીની વિગત નહીં 1 - image


કેટલા અટવાયા છે તેનો પણ આંકડો નહીં

ઇઝરાયેલના મુંબઇ સ્થિત કોન્સલ જનરલ કોળી શોશાએ માહિતી માટે પ્રયાસો હાથ ધર્યા

મુંબઇ :  હમાસના ત્રાસવાદીઓ અને ઇઝરાયેલની સેના વચ્ચે છેડાયેલા  જંગની વચ્ચે ઇઝરાયેલમાં વસતા ૨૦ હજારથી વધુ ભારતીયોમાંથી કેટલા જખમી થયા છે અથવા કેટલા મૃત્યુ પામ્યા છે એ વિશે કોઇ જાણકારી ન હોવાનું ઇઝરાયેલના મુંબઇ ખાતેના કોન્સલ જનરલ કોળી શોશાનીએ આજે જણાવ્યું હતું.

ઇઝરાયેલમાં ભારતીયોની શું સ્થિતિ છે એની માહિતી મેળવવા માટે હું કોશિશ કરું છું, પણ હજી સુધી કેટલા ભારતીયો ત્યાં અટવાયા છે, કેટલાં જખમી થયા છે અથવા તો ભોગ બન્યા છે તેની ચોક્કસ જાણકારીમળી નથી.

. તેમણે કહ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની વિમાનસેવા સદંતર બંધ કરી દેવામાં આવી છે. ઇઝરાયેલમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રયાસ કરે છે. 

હમાસના આતંકવાદીઓએ શનિવારે ઇઝરાયેલ ઉપર રોકેટોનો બેફામ મારો ચલાવ્યો ત્યારે ઇઝરાયેલમાં આયોજિત ફંક્શનમાં બોલીવુડના કલાકારો  હાજર હતા એમ કોન્સલ જનરલે કહ્યું હતું. અભિનેત્રી નુસરત ભરૃચા પણ આ હુમલા વખતે ઇઝરાયેલમાં જ હતી. સદ્ભાગ્યે તે હેમખેમ મુંબઇ પાછી આવી ગઇ હતી



Google NewsGoogle News