દિવાળી ટાણે કોઈ ડિમોલિશન ન કરોઃ બોમ્બે હાઈકોર્ટ
વિવિધ સરકારી એજન્સીઓને સૂચના
નિવૃત્ત કમાન્ડકરે કરેલી અરજીની સુનાવણીમાં આપ્યો આદેશ
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્રમાં તમામ નિયોજન અને સ્થાનિક ઓથોરિટીને દીવાળી દરમ્યાન બાંધકામ તોડવા પર સ્થગિતી મૂકવાનો નિર્દેશ આપ્યો છ.
નિવૃત્ત ઈન્ડિયન નેવી કમાન્ડર બલદેવ સિંહ ભાટીએ કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. કમાન્ડરે પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએમઆરડીએ) દ્વારા તેમના ફાર્મહાઉસ તોડવાની આપેલી નોટિસને પડકારી હતી. બાંધકામ ૧૯૯૬થી અસ્તિત્વમાં હોવાનું જણાવીને નોટિસને પડકારી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે પુરતી પરવાનગી તપાસવી પડશે પણ બાંધકામ હટાવવાની કોઈ તાકીદ હોવાનું જણાતું નથી. આથી કોર્ટે તોડકામની નોટિસ પર પગલાં લેવાથી કોર્ટે કામચલાઉ સ્થિગીતી આપી હતી.
હાઈ કોર્ટે તમામ સ્થાનિક નિયોજન ઓથોરિટીને દિવાળીના સમયમાં તોડકામ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે.