Get The App

પત્ની પર 2 પુત્રીના અપહરણની નીતિશ ભારદ્વાજની ફરિયાદ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
પત્ની પર 2 પુત્રીના અપહરણની નીતિશ ભારદ્વાજની ફરિયાદ 1 - image


ટીવી પરદાના કૃષ્ણના સંસારમાં મહાભારત

આઈએએસ પત્નીએ 4 વર્ષથી પુત્રીઓની કોઈ ભાળ આપી નથી

મુંબઇ : ટીવી સિરિયલ 'મહાભારત'માં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલા એક્ટર નીતિશ કુમારે પત્ની સ્મિતા ઘાટેએ તેમની બે દીકરીઓનું અપહરણ કરી લીધું હોવાની ફરિયાદ કરી છે. 

આઈએએસ અધિકારી સ્મિતા ઘાટે નીતિશની બીજી પત્ની છે. નીતિશે અગાઉ ૧૯૯૧માં મોનિશા પાટીલ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ ૧૫ વર્ષ બાદ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. તે પછી ૨૦૦૯માં નીતિશે સ્મિતા ઘાટે સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ ૨૦૨૨માં તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. 

૬૦ વર્ષીય નીતિશે ભોપાલના પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કે સ્મિતાએ બંને દીકરીઓનું અપહરણ કરી લીધું છે. દીકરીઓ હાલ ક્યાં છે તેનાથી પોતે અજાણ છે. પોતે ચાર વર્ષથી પુત્રીઓ સાથે  વાત કરી નથી કે જોઈ પણ નથી. 

પુત્રીઓને નિયમિત રીતે મળવા દેવાના અદાલતના આદેશનો સ્મિતા ભંગ કરી રહી છે. તેણે નીતિશનો નંબર બ્લોક કરી દીધો છે અને ઈમેઇલજો જવાબ પણ આપતી નથી. 

 તેની પત્નીએ છેલ્લા દોઢ વરસમાં દીકરીનો એડમિશન ઘણી વખત બદલ્યા છે. પહેલા તેઓ ભોપાલમાં અભ્યાસ કરતી હતી, પછીથી તેને ઊંટીમાં એડમિશન અપાવ્યું હતું. 

નીતીશ આ પહેલા પણ આ મામલે ફરિયાદ કરી ચુક્યો છે. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. તેણે એ પણ આરોપ લગાવ્યો છે કે, સ્મિતા તેની પુત્રીઓને તેના વિરુદ્ધ ભડકાવી રહી છે.



Google NewsGoogle News