નિશાંતને 38 હજાર યુએસ ડોલર્સના પેકેજની લાલચ અપાઈ હતી
નિશાંતે 18 મહિના સુધી પાકને માહિતી આપી હતી
ફેસબૂક પર મિત્ર બનેલી બે યુવતી જોઈએ ત્યારે ઈચ્છિત સેવા આપશે એમ જણાવ્યું હતું
મુંબઈ : પાકિસ્તાનના હની ટ્રેપમાં ફસાયેલા સાયન્ટિસ્ટ નિશાંત અગ્રવાલને ૩૦થી ૩૮ હજાર યુએસ ડોલરના પેકેજની લાલચ અપાઈ હતી. આ લાલચમાં પડીને નિશાંતે ૧૮ મહિના આઈએસઆઈ એજન્ટ બનીને કામ કર્યું અને એ દરમ્યાન પાકિસ્તાનના ભારતની શક્તિ અને સુરક્ષા દૃષ્ટીએ સંવેદનશીલ માહિતી આપી હતી.
નિશાંતને યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ અપાયો હતો એ તસવીર તેણે ફેસબુક પ્રોફાઈલ પર રાખી હતી. આ તસવીર જોઈને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાએ તેને ફસાવવાનો પ્લાન કર્યો હતો. હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી કેનેડામાં બેઠેલા કથિત બોસ સાથે ઓળખ કરાવી હતી. બોસે નિશાંત પાસે ઓનલાઈન પ્રેઝન્ટેશન લીધા બાદ તેને ઓફર આપી હતી. દરરોજ બ્રહ્મોસ સંબંધી બાબતો સાંકેતિક પદ્ધતિથી જણાવવા બદલ ૩૮ હજાર યુએસ ડોલર્સ મળશે, સાથે ફેસબુક પર ફેક પ્રોફાઈલ ધરાવતી સેજલ અને નેહા નામની યુવતી સાથે જોઈએ ત્યારે જોઈએ એ આપવા તત્પર રહેશે એવી ઓફર હતી.
આવી લાલચના મોહમાં ફસાઈને નિશાંતે લેપટોપ તેમ જ મોબાઈલ પર બ્રહ્મોસ સંબંધી જે કામ કરતો એ ડેટા ઓટોમેટિક પાકિસ્તાન, લંડન અથવા કેનેડામાં બેઠેલા બોસને પહોંચતા હતા. ૧૧ માર્ચ ૨૦૧૭થી છ ઓક્ટોબર ૨૦૧૮ દરમ્યાન તેણે આ માહિતીઓ આપી હોવાની શંકા હતા. ૨૦૧૮માં મિલિટરી ઈન્ટેલિજન્સ અને યુપી એસટીએએ અચ્યુતાનંદ મિશ્રા અને કાનપૂરની એક મહિલાને પકડી હતી. તેમની પાસેથી ઈલેક્ટ્રિક ઉપકરણમાંથી નિશાંતનો કોડ મળ્યો અને ભાંડો ફૂટયો હતો.