Get The App

એનઆઇએના અમરાવતી અને પુણેમાં દરોડા : 2 વિદ્યાર્થીની અટકાયત

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
એનઆઇએના અમરાવતી અને પુણેમાં દરોડા : 2 વિદ્યાર્થીની અટકાયત 1 - image


આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા

વહેલી પરોઢે એટીએસ તથા પોલીસને સાથે રાખી એનઆઈએ ત્રાટકીઃ લેપટોપ, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, દસ્તાવેજો જપ્ત

મુંબઇ :  આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ મોડયુલ પ્રકરણમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે મહારાષ્ટ્રના અમરાવતી અને પુણેમાં દરોડા પાડયા છે. દરમિયાન અમરાવતીમાં શિક્ષકના પુત્ર અને પુણેમાં કોલેજના વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. આ બંને કોલેજિયન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની શંકા છે. એનઆઇએ  દ્વારા સર્ચ ઓપરેશનમાં લેપટોપ, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, અમૂક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

અમરાવતીના અચલપૂર ખાતે એનઆઇએની ટીમ એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) અને પોલીસના કાફલા સાથે વહેલી સવારે ૪.૦૦ વાગ્યે દરોડા પાડયા હતા.  અચલપૂરમાં અકબરી ચૌકમાં રહેતા એક શિક્ષકના પુત્રને એનઆઇએની બે ટીમે પૂછપરછ માટે તાબામાં લીધો હતો. ૧૯ વર્ષીય યુવક કોલેજમાં ભણતો હતો. એનઆઇએ ગત થોડા દિવસથી તેની  ગતિવિધિ પર નજર રાખી રહી હતી.

અમરાવતીના જોગ સ્પોર્ટસ કોમ્પ્લેક્સના હોલમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેના ઘરમાંથી લેપટોપ, મોબાઇલ ફોન, ખાનગી દસ્તાવેજો વાંચન સામગ્રી તપાસ માટે કબજે કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થી સોશિયલ મીડિયા ખાસ કરીને નોટ્સગુ્રપ દ્વારા જેહાદી સંગઠનોના સંપર્કમાં હતો. આમ તે આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું કહેવાય છે. 

અચલપૂર સંવેદનશીલ શહેર તરીકે જાણીતું છે. છેલ્લા દસ વર્ષમાં અહીં અનેક વખત સાંપ્રદાયિક  તંગદિલી સર્જાઈ છે.  આસિવાય પુણેના સેલ્સબરી પાર્ક વિસ્તારમાં દરોડા પાડી ૧૯ વર્ષીય સાફવાન શેખને એનઆઇએની ટીમે પૂછપરછ માટે તાબામાં લીધો હતો.  પુણેની અરિહંત કોલેજમાં ભણતો શેખ બેગલુરુમાં આઇએસઆઇએસ મોડયુલના ટેલિગ્રામ ગુ્રપમાં સામેલ હતો. તેના ઘરમાંથી મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરાયા હતા. 

તાજેતરમાં એનઆઇઓના અધિકારીઓએ પુણેમાં વારંવાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પુણેના કોંઢવામાં ભાડાના ઘરમાં રોકાયેલા આતંકવાદીઓએ સંપૂર્ણ દેશમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડયું હતું.



Google NewsGoogle News