Get The App

એનઆઇએના મહારાષ્ટ્રમાં 9 સ્થળો પર દરોડા :1ની ધરપકડ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
એનઆઇએના મહારાષ્ટ્રમાં 9 સ્થળો પર દરોડા :1ની ધરપકડ 1 - image


આઇએસ છત્રપતિ સભાજી નગર મોડયુલ કેસમાં કાર્યવાહી

દરોડામાં સંખ્યાબંધ ઇલેકટ્રોનિક ગેજેટ્સ અને કેસ સંબંધિત ગુનાહિત દસ્તાવેજો જપ્ત

મુંબઇ  : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે આજે આઇએસઆઇએસ છત્રપતિ સંભાજી નગર મોડયુલ કેસમાં મહારાષ્ટ્રમાં અનેક સ્થળોએ દરોડા પાડીને એક આરોપીની ધરપકડ કરી હતી. આઇએસ દ્વારા મહત્વપૂર્ણ જગ્યાને નિશાન બનાવી આતંકી હુમલાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.

એનઆઇએ દ્વારા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (અગાઉનું ઔરંગાબાદ) નવ સ્થળોએ વિવિધ શકમંદોના ઘર પર દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી મોહમ્મદ જોહેબ ખાનની ધરપકડ કરવામાં આવીહતી. આ કાર્યવાહી વખતે ઘણા ઇલેકટ્રોનિક ગેજેટ્સ અને કેસ સંબંધિત મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. એનઆઇએ મુંબઇ દ્વારા મોહમ્મદ ઝોહેબ ખાન સામે  કેસ નોંધવામાં આવ્યો છે. આઇએસઆઇએસ ખલિફા પ્રત્યે વફાદારીની ખાન અને તેના સહ્યોગીઓએ પ્રતિજ્ઞાા લીધી હોવાનું કહેવાય છે.

તેઓ આઇએસમાં જોડાવા અને તેની હિંમસક વિચારધારાને પ્રોત્સાહન આપવા યુવાનો  મનમાં ઝેર રેડીને આતંકી બનાવવા તેમની ભરતી કરવામાં  સામેલ હોવાનું કહેવાય છે. તેઓ વિદેશમાં બેઠેલા આતંકીઓના સતત સંપર્કમાં હતા. અને તેમના ઇશારે કામ કરતા હતા. તેઓ પ્રત્યક્ષ અને સોશિયલ મીડિયાના માધ્યમથી  યુવાનોની ભરતી કરતા હતા.

ગત ડિસેમ્બરમાં એનઆઇએ દ્વારા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એકસાથે ૪૪ સ્થળોએ દરોડા પાડી  આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના મોડયુલ લીડર સહિત  ૧૫ ઓપરેટિવ્સની ધરપકડ કરી હતી. દેશભરમાં આઇએસનું આતંકી હુમલાનું કાવતરુ નિષ્ફળ બનાવવામાં  આવ્યું હતું. આ ગેંગ ભિવંડીના પડઘા-બોરીવલીને આઝીદ ઇસ્લામિક વિસ્તાર (અળ-શામ) જાહેર કર્યો હતો અને દેશભરમાંથી મુસ્લિમ યુવાનોને આઇએસના ખલિફા પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞાા અપાવાતી હતી. આ ઓપરેશન દરમિયાન આઇએસના હેન્ડલર્સના આતંરરાષ્ટ્રીય કનેકશનનો પર્દાફાશ કરાતો હતો.

 ેશમાં એક ગામને આઝા  ઇસ્લમિક વિસ્તાર જાહેર કરીને મુસ્લિમ યુવાનોને શપથ અપાવવાની આ પહેલી ઘટના હોવાનું કહેવાય છે.

અગાઉ મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પડઘાથી સાકિબ નાચનની ધરપકડ કરાઇ હતી ત્યારથી એનઆઇએ, એન્ટી ટેરરિઝમ સ્કવૉડ સહિતની વિવિધ તપાસ એજન્સીની પડઘા પર બાજ નજર હતી.


Google NewsGoogle News