Get The App

એનઆઈએના દરોડા : જૈશ એ મોહમ્મદ સાથે સાંઠગાંઠના 2 આરોપી ઝડપાયા

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
એનઆઈએના દરોડા : જૈશ એ મોહમ્મદ સાથે સાંઠગાંઠના 2 આરોપી ઝડપાયા 1 - image


આતંકી કાવતરાંની તપાસ માટે પાંચ રાજ્યોમાં દરોડા

અમરાવતીના સૈયદ મુસાફ તથા ભિવંડીના કામરાન અન્સારીની ધરપકડ

મુંબઈ :  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ આજે મહારાષ્ટ્રના અમરાવતી અને ભિવંડી ખાતેથી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ) સાથેના કથિત સંબંધોના આરોપસર બે શખ્સને પકડી પાડયા હતા. એનઆઇએએ કથિત આતંકવાદી સાઠગાંઠ કેસમાં દેશભરમાં ૧૯ સ્થળોએ દરોડા પાડયા ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

એનઆઇએએ એક આરોપી સૈયદ મુસાફ સૈયદ  મુવા (૨૭)ને અમરાવતીના છાયાનગર વિસ્તારમાંથી અટકમાં લીધો હતો. પ્રારંભિક તપાસને ટાંકીને અધિકારીઓએ આરોપ કર્યો હતો કે સૈયદ મુસાફ છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન સ્થિત એજન્સીઓ અને આતંકી જૂથોના સંપર્કમાં હતો. મુસાફ વિવિધ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા તેમના સંપર્કમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઉપરાંત એનઆઇએએ ભિવંડીના ખોડી ગ્રામ પંચાયત વિસ્તારમાંથી કામરાન અન્સારી નામના યુવકની પણ ધરપકડ કરી હતી. તેના પર પણ પાકિસ્તાની એજન્સીઓ અને આતંકવાદી સંગઠનોના મુસાફ અને કામરાન બન્નેની એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ એક મોટા ષડયંત્ર અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનો ભાગ હોવાની શંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પકડાયેલા બન્ને લાંબા સમયથી એનઆઇએના રડાર પર હતા. ભિવંડીમાં એક જ વર્ષમાં એનઆઇએની આ ત્રીજી કાર્યવાહી છે.

આજે એનઆઇએએ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદી કાવતરાના કેસની તપાસના ભાગરૃપે પાંચ રાજ્યોમાં ૧૯ સ્થળોએ દરોડા પાડયા હતા. જેના આસામ, મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને ગુજરાત તેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. આ આતંકી સંગઠન પર યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ભારતમાં આતંક ફેલાવવાનો આરોપ છે.



Google NewsGoogle News