Get The App

વોશિંગ મશીનનું ટાઈમર, થર્મામીટર, સોડા પાઉડરથી IED બનાવી રહ્યા હતા આતંકવાદીઓ, NIA ચાર્જશીટમાં ધ્રૂજાવી દેનારા થયા ખુલાસા

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
વોશિંગ મશીનનું ટાઈમર, થર્મામીટર, સોડા પાઉડરથી IED બનાવી રહ્યા હતા આતંકવાદીઓ, NIA ચાર્જશીટમાં ધ્રૂજાવી દેનારા થયા ખુલાસા 1 - image


Image Source: Twitter

- આતંકવાદીઓ મહારાષ્ટ્ર સહિત દેશના અનેક હિસ્સામાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા

પૂણે, તા. 11 નવેમ્બર 2023, શનિવાર

ISIS Module In Maharashtra: મહારાષ્ટ્રના પૂણેમાં ધરપકડ કરવામાં આવેલા ISISના શંકાસ્પદ આતંકવાદીઓ વિરુદ્ધ તપાસ કરી રહેલી NIAએ આ મામલે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ આતંકવાદીઓ મહારાષ્ટ્ર સહિત દેશના અનેક હિસ્સામાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં હતા. 

એટલું જ નહીં તેઓ હાઈલી એજ્યુકેટેડ હતા અને તકનીકી બાબતમાં મહારથી હતા. સુરક્ષા એજન્સીઓને ચકમો આપવા માટે તેમણે વિસ્ફોટકોને કોડ વર્ડ નામ આપી રાખ્યુ હતું. સિરકા, શરબત, રોઝ વોટર જેવા શબ્દોનો ઉપયોગ કરીને આ વિસ્ફોટક મંગાવતા હતા. 

આતંકવાદીનું 31 લાખ રૂપિયાનું આવ્યુ હતું પેકેજ

એક એહેવાલ પ્રમાણે આ મામલે ધરપકડ કરવામાં આવેલ એક આતંકવાદી ઝુલ્ફિકાર ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની મલ્ટીનેશનલ કંપનીમાં સીનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો. તેનું વાર્ષિક 31 લાખ રૂપિયાનું પેકેજ હતું. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ દાવો કર્યો છે કે, આતંકવાદીઓ બોમ્બ બનાવવા માટે જરૂરી વિસ્ફોટકો મંગાવવા માટે કોડ વર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા. આમાં સિરકા એટલે સલ્ફ્યુરિક એસિડ (Sulphuric acid H2SO4), રોઝ વોટરનો અર્થ એસીટોન અને શરબતનો અર્થ હાઈડ્રોજન પેરોક્સાઈડ હતો.

અનેક રાજ્યોમાં હુમલાની હતી યોજના

ચાર્જશીટમાં NIAએ જણાવ્યું કે આતંકવાદીઓએ દેશના ઘણા રાજ્યોમાં હુમલાની યોજના બનાવી હતી. તેના માટે ISISના આતંકવાદીઓએ મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટકમાં રેકી કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, તેમાંથી એક આતંકવાદીએ લાખો રૂપિયાની હિમાલયન બાઈક પર અનેક રાજ્યોનું ભ્રમણ કર્યું હતું અને સંવેદનશીલ સ્થળોનો વીડિયો બનાવ્યો હતો. તેઓ આ વીડિયોના આધારે હુમલાની યોજના ઘડી રહ્યા હતા.

બનાવ્યું હતું ટ્રેનિંગ સેન્ટર, કોઈ એન્જિનિયર હતું તો કોઈ ડિઝાઈનર

ચાર્જશીટ પ્રમાણે આતંકવાદીઓએ પૂણેના જંગલમાં એક ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું હતું. આરોપી અકીફ નાચને ફેબ્રુઆરી 2022માં મધ્યપ્રદેશના રતલામમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ પણ અટેન્ડ કર્યો હતો. તે એક પોલ્ટ્રી ફાર્મમાં આયોજિત કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News