ગુજરાત જીએસટી કમિશનર સામે એનજીટી પણ કાર્યવાહી કરશે
સતારા જિલ્લાના ગામમાં જમીન પચાવી પાડવા મુદ્દે કેસ ચાલશે
ગેરકાયદેસર બાંધકામ અને ખનન પ્રવૃત્તિઓનો પણ આક્ષેપ અગાઉ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતની એજન્સીઓને પ્રતિવાદી બનાવાઈ છે
મુંબઇ : ગુજરાતના જીએસટી કમિશનર ચન્દ્રકાન્ત વળવી સામે મહાબળેશ્વર પાસેના એક ગામમાં જમીનો લઈલવા મુદ્દે મહારાષ્ટ્રના મહેસૂલ ખાતાંએ હાથ ધરેલી તપાસ બાદ હવે એનજીટીની પણ કાર્યવાહી થવાની સંભાવના છે. એનજીડી દ્વારા લેન્ડ ગ્રેબિંગના આ કેસમાં તેમને પ્રતિવાદી બનાવાય તેવી સંભાવના છે.
સતારાના કલેક્ટરને અમદાવાદ સ્થિત જીએસટી કમિશ્નર ચંદ્રકાંત વળવીનું એડ્રેસ જણાવવા પુણેની એનજીટી બેન્ચે નિર્દેશ આપ્યા છે. વળવીએ મહારાષ્ટ્રના મહાબળેશ્વર પાસેના એક ગામમાની ૬૨૦ એકટ જમીન કબ્જે કરી ના અખબારી અહેવાલોની 'સ્યુઓ મોટો' નોંધ લઇ એનમટીએ ચોથી જુલાઇએ પૂર્ણ એનજીટીને કાર્યવાહી આગળ ધપાવવા કહ્યું હતું.
એનજીટી દ્વારા મહારાષ્ટ્ર પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી), સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી), પર્યાવરણ અને વન મંત્રાલય, મહારાષ્ટ્રના પ્રિન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, અને સતારાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને આ મામલામાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.
જસ્ટિસ દિનેશકુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય વિજય કુલકર્ણીની ખંડપીઠે શુક્રવારે કહ્યું કે મૂળ અરજીમાં પ્રતિવાદી તરીકે ગુજરાત જીએસટી કમિશ્નર ચંદ્રકાંત વળવીનું નામ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યું નથી. તેમની સામે આક્ષેપો થયા છે અને તે આ મામલામાં જરૃરી પક્ષકાર છે તેવું પ્રતીત થઇ રહ્યું છે. ઉપર જણાવેલા વ્યક્તિનું એડ્રેસ શોધી કાઢવા અમે સતારાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને આ સાથે નિર્દેશ આપીએ છે. એક સપ્તાહમાં એડ્રેસ શોધીને એનજીટીની રજીસ્ટ્રીને મોકલવાનું કાર્ય કલેક્ટરે કરવાનું રહેશે તે પછી અમે એક પ્રતિવાદી તરીકે તેમને સામેલ કરીશું અને એફિડેવિટ રજૂ કરવા તેમને અમે નોટિસ આપીશું.
એમપીસીબી, સીપીસીબી અને સતારા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને એફિડેવિટ રજૂ કરવા એનજીટીએ ચાર સપ્તાહનો સમય આપ્યો છે. મહારાષ્ટ્ર પ્રિન્સીપલ ચીફ કર્ન્ઝેવેટર ઓફ ફોરેસ્ટ અને કેન્દ્રીય પર્યાવરણ વન મંત્રાલયને પણ નોટિસ આપી છે. ૧૧મી નવેમ્બરે આગામી સુનાવણી રાખી છે.
ઝાડાણી ગામ સહ્યાદ્રી ટાઇગર રિઝર્વના બફર ઝોન પાસે આવેલું છ. આ ગામની ૬૨૦ એકર જમીન ગુજરાતમાં ફરજ બજાવતા જીએસટી કમિશ્નર અને તેમના પરિવારે ખરીદી હતી. જમીન ખરીદવામાં આવી હતી તે પછી અહી ગેરકાયદેસર બાંધકામ, ખોદકામ, વૃક્ષદેહન, ગેરકાયદેસર રોડ નિર્માણ, વન વિસ્તારમાંથી પાણી કેંચી લેવા જેવી પ્રવૃત્તિઓ વિસ્તારની જૈવવિવિધતાને નુકસાન પહોંચાડી રહી છે તેવા અહેવાલ છે.