નવા વર્ષની શરૃઆત મોંઘા શાકભાજીથી થઇ

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
નવા વર્ષની શરૃઆત  મોંઘા શાકભાજીથી થઇ 1 - image


ઠંડી વધવાની સાથે સાકની આવક ઘટી

શાકની કિંમતમાં 15થી 20 ટકા વધારો

મુંબઇ :  શાકાહારીઓએ નવા વર્ષની શરૃઆતમાં જ મોંઘા શાકભાજીનો ફટકો સહન કરવો પડયો છે. ફ્લાવર, કોબી, વટાણા અને ભિંડાની કિંમતમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે.

રાજ્યમાં ઠંડી વધતા શાકભાજીની આવક ઘટી છે. એને કારણે ભાવ ઉંચકાયા છે. લીલા શાક ઉપરાંત પાલક-મેથીની ભાજીની જૂડી દસ- પંદર રૃપિયામાં મળતી તેનો ભાવ વીસથી પચ્ચીસ રૃપિયા થઇ ગયો છે. કોથમીરની જૂડીના ૩૦થી ૪૦ રૃપિયા થઇ ગયા છે. 

મુંબઇની અને નવી મુંબઇની શાક માર્કેટોમાં પુણે, નાસિક અને નગર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં શાક આવે છે. પરંતુ રાજ્યભરમાં ફરી વળેલા ઠંડીના મોજાને લીધે શાકની આવક ઘટી છે. પરિણામે ૨૫-૩૦ રૃપિયે કિલો વેંચાતા ફ્લાવર- કોબીની કિંમત ૪૦ રૃપિયા થઇ ગઇ છે. વટાણા ૫૦ રૃપિયે કિલો અને ભિંડાનો ભાવ ૬૦થી ૭૦ રૃપિયા પર પહોંચ્યો છે. 

આવતા અઠવાડિયે શાકભાજીની આવકમાં હજી ઘટાડો થવાની શક્યતાને લીધે શાકના ભાવ અત્યારે છે તેનાં કરતાં પણ વધી જશે એમ નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.



Google NewsGoogle News