Get The App

'એમપીએસસી'ની પરીક્ષાનું ફરી નવું ટાઈમટેબલ જાહેર કરાયું

Updated: Sep 8th, 2020


Google NewsGoogle News
'એમપીએસસી'ની પરીક્ષાનું ફરી નવું ટાઈમટેબલ જાહેર કરાયું 1 - image


મુંબઈ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર

મહારાષ્ટ્ર રાજ્ય લોકસેવા આયોગ દ્વારા એપ્રિલ-મે ૨૦૨૦માં આયોજિત ત્રણ પરીક્ષા કોરોના સંસર્ગ અને લોકડાઉનના કારણે અંતની ઘડીએ પાછળ ધકેલવામાં આવતાં ફરી પરીક્ષાનું સુધારિત ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 

નવા ટાઈમટેબલ અનુસાર, એમપીએસસી પ્રિલિમનરી એક્ઝામ ૨૦ સપ્ટેમ્બરને બદલે હવે ૧૧ ઑક્ટોબર, ૨૦૨૦ના લેવાશે. જ્યારે એમપીએસસી સબઓર્ડિનેટ સર્વિસેસ (ગુ્રપ બી) પ્રિલિમનરી એક્ઝામ ૧૧ ઑક્ટોબરને બદલે હવે ૨૨ નવેમ્બરે તો મહારાષ્ટ્ર એન્જિનીયરીંગ સર્વિસ પ્રિલિમનરી એક્ઝામ પૂર્વ નિર્ધારિત પ્રમાણે પહેલી નવેમ્બરે જ લેવામાં આવશે.

વાયરસના પ્રાદુર્ભાવની સ્થિતિ સંદર્ભે સરકાર દ્વારા સમયાંતરે ચલાવાતી ઉપાયયોજનાઓ તેમજ લોકડાઉનનો સમયગાળો ધ્યાનમાં લઈ પરીક્ષાના આયોજન અંગે સમયે સમયે સમીક્ષા કરાશે. તેમજ આ બાબતની માહિતી કમિશનની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.



Google NewsGoogle News