મહારાષ્ટ્રમાં બોગસ પેથોલોજી લેબ્સને ડામવા નવો કાયદો રચાશે
તપાસ માટે ફલાઈંગ સ્કવોડ રચાશે, કસૂરવારોને કેદ પણ થશે
મુંબઈ : મહારાષ્ટ્રમાં ગેરકાયદે ધમધમતી પેથોલોજી લેબ્સને ડામવા માટે અલાયદો કાયદો રચાશે. આવી લેબના સંચાલકોને કેદ સહિતની કડક જોગવાઈઓ તેમાં સામેલ કરાશે એમ રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જણાવ્યું હતું. આ કાયદા દ્વારા સરકારી તેમજ ખાનગી લેબોરેટરીઓનું પણ નિયમન કરાશે.
ગલીએ ગલીએ શરુ થયેલાં કલેક્શન સેન્ટરોને પણ નવા કાયદો લાગુ પડશેઃ આ સત્રમાં વિધેયક નહિ આવે તો નર્સિંગ હોમ એક્ટમાં સુધારો કરી તેમાં સમાવાશે
સરકાર દ્વારા વિધાનસભામાં માહિતી અપાઈ હતી કે સરકારને આ કાયદા માટેના નીતિનિયમોનો મુસદ્દો મળી ચૂક્યો છે. જો વર્તમાન સત્રમાં આ વિધેયક નહીં લાવી શકાય તો સરકાર જરુર પડે બોમ્બે નર્સિંગ હોમ એક્ટમાં સુધારો કરીને પેથોલોજી લેબોરેટરીઓને તેની હેઠળ આવરી લેવાય તેવો સુધારો કરશે.
જુદા જુદા ધારાસભ્યોએ ઉઠાવેલા પ્રશ્નોના જવાબ આપતાં સરકાર દ્વારા જણાવાયું હતું કે રાજ્યમાં ગલી ગલીએ અને ખૂણે ખાંચરે કલેક્શન સેન્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. આવાં કલેક્શન સેન્ટર્સને પણ આ કાયદા હેઠળ આવરી લેવાશે.
ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી પેથોલોજી લેબ્સની તપાસ માટે ફલાઈંગ સ્કવોડસની રચના કરાશે. જો આ લેબ્સ યોગ્ય પ્રમાણપત્ર વિના ચાલતી હશે તો તેમની નોંધણી રદ કરી દેવાશે.
સૂચિત કાયદા અનુસાર પેથ લેબ્સ માટેનાં રજિસ્ટ્રેશનની મુદ્દત ત્રણ વર્ષની હશે. આ રજિસ્ટ્રેશન પારદર્શી રીતે ઓનલાઈન પ્રક્રિયા દ્વારા હાથ ધરાશે. મ્યુનિસિપલ વિસ્તારોમાં મેડિકલ હેલ્થ ઓફિસર્સ તથા અન્ય શહેરી વિસ્તારોમાં જિલ્લા સર્જન્સ તથા ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓ સમક્ષ આ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
રેક લેબોરેટરીનું વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન ફરજિયાત રહેશે. કોઈપણ ગેરરીતી જણાશે તો લેબોરેટરીનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી ેવાશે. જો સસ્પેન્શન છતાં પણ લેબોરેટરી ચાલુ રહેશે તો તેના સંચાલકોને પાંચ વર્ષની કે તથા એક લાખ રુપિયા સુધીના ંડની જોગવાઈ કરાશે.
સૂચિત કાયદામાં ભારતીય ન્યાય સંહિતા અનુસાર કેદ સહિતની કડક જોગવાઈઓ હશે.
રાજ્યમાં ૧૩ હજારમાંથી આઠ હજાર લેબ્સમાં પેથોલોજિસ્ટસ જ નથી
મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ પ્રેક્ટિસિંગ પેથોલોજિસ્ટસ એન્ડ માઈક્રોબાયોલોજિસ્ટસ ના ડેટા અનુસાર રાજ્યભરમાં ૧૩, ૦૦૦ લેબોરેટરીઓ ધમધમે છે. તેમાંથી આઠ હજારથી વધુ લેબ્સ પાસે કોઈ ક્વોલીફાઈડ પેથોલોજિસ્ટસ છે જ નહીં.
આવી ૮૦ ટકા લેબ્સ શહેરી વિસ્તારોમાં ચાલી રહી છે.
રેક પેથોલોજી લેબોરેટરીએ મહારાષ્ટ્ર પેરામેડિકલ કાઉન્સિલ પાસેથી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. ૨૦૧૯થી ૨૦૨૪ રમિયાન રાજ્યમાં આવી ૭૧ ૮૫ લેબ્સને સર્ટિફિકેટ અપાયાં હતાં. તેમાંથી મુંબઈમાં ૧૮૭ લેબ્સને પ્રમાણપત્રો અપાયાં હતાં.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલો સાથે ૧૯૭ લેબોરેટરીઓ સંકળાયેલ છે. તેમનાં સંચાલન માટે મહાપાલિકા જવાબદાર છે.