Get The App

રૃ.122 કરોડની ઉચાપતના કેસમાં ન્યૂ ઇન્ડિયા કૉઓપ. બેન્કના જીએમની ધરપકડ

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
રૃ.122 કરોડની ઉચાપતના કેસમાં ન્યૂ ઇન્ડિયા કૉઓપ. બેન્કના જીએમની ધરપકડ 1 - image


મુંબઇ પોલીસે ત્રણ કલાક પૂછપરછ બાદ કરી કાર્યવાહીે

રિમાન્ડ માટે સ્થાનિક કોર્ટમાં આજે હાજર કરાશેઃ આર્થિક ગુના શાખામાં કેસ ટ્રાન્સફર  

મુંબઈ - મુંબઇ પોલીસે ન્યુ ઇન્ડિયા કોઓપરેટિવ બેન્કના જનરલ મેનેજર અને એકાઉન્ટ હેક તેમજ તેમના સહયોગીઓની સામે રૃા.૧૨૨ કરોડની કથિત ઉચાપત કરવાના આરોપસર કેસ નોંધીને પોલીસે શનિવારે બેન્કના જનરલ મેનેજર અને એકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતાની કલાકો સુધી પૂછપરછ કરીને અંતે ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેન્કના જનરલ મેનેજર અને એકાઉન્ટ્સ હેડ હિતેશ મહેતાની ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. મહેતા અને અન્ય આરોપી સામે નોંધાયેલા કેસના સંદર્ભમાં તપાસ એજન્સીના દક્ષિણ મુંબઈની ઓફિસમાં તેમનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. મહેતાને રવિવારે સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ વધુ તપાસ માટે શહેર પોલીસની આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ શુક્રવારે સહકારી બેન્કના બોર્ડને એક વર્ષ માટે બરતરફ કરી દીધુ હતું. બેન્કના કામનું સંચાલન કરવા માટે એક વહીવટકર્તાની નિમણૂક કરી હતી. તેના એક દિવસ પહેલા તેમણે બેન્ક પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા. જેમાં થાપણદારો દ્વારા ભંડોળ ઉપાડવાનો સમાવેશ છે.

બેન્કના કાર્યકારી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવર્ષિ ઘોર્ષે દાદર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો અને મહેતા તેમ જ અન્ય લોકો સામે ગેરરીતિની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શનિવારે  વહેલી સવારે કેસ નોંધ્યો હતો. જેને વધુ તપાસ માટે આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ફરિયાદ મુજબ મહેતાએ અન્ય સહયોેગીઓ સાથે મળીને ગુનાનું કાવતરું ઘડયું હતું. બેન્કની  પ્રભાદેવી અને ગોરેગાંવ ઓફિસની તિજોરીમાં રૃા.૧૨૨ કરોડની  ઉચાપત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૫), ૬૧ (૨), હેઠળ કેસ દાખલ કરાયો છે.

ન્યૂ ઇન્ડિયા કો.ઓપરેટિવ બેન્કની ૨૮ શાખાઓ છે. તેમાંથી મોટાભાગની શાખાઓ મુંબઇમાં આવેલી છે. જ્યારે ગુજરાતના સુરતમાં અને  પુણેમાં પણ અન્ય શાખાઓ છે.

બેન્ક સામે આરબીઆઇના પગલાથી તેના ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. તેઓ શુક્રવાર સવારથી પૈસા કાઢવા માટે બેન્કની શાખાઓમાં ઉમટી પડયા હતા. પરંતુ તેમને પરિસરમાં પ્રવેશવાની મનાઇ કરવામાં આવી હતી.



Google NewsGoogle News