થોભાવેલી ટ્રકની પાર્કિંગ લાઈટ ચાલુ ન રાખી એ ચાલકની બેદરકારી

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
થોભાવેલી ટ્રકની પાર્કિંગ લાઈટ ચાલુ ન રાખી એ ચાલકની બેદરકારી 1 - image


ટ્રિબ્યુનલે બાઈકસવારના  પરિજનોને આપેલું વળતર હાઈકોર્ટે વધાર્યું 

ડ્રાઈવરની જ 100 ટકા બેદરકારીથી અકસ્માત થયાનું તારણ આપી બાઈકસવારની 65 ટકા બેદરકારી હોવાનો ચુકાદો રદ કરાયો

મુંબઈ :  રસ્તા પર ઊભેલા વાહનના ડ્રાઈવરની ફરજ છે કે તણે પાર્કિંગ લાઈટ ચાલુ રાખવી જોઈએ એવું નિરીક્ષણ કરીને બોમ્બે હાઈ કોર્ટે ઊભેલી ટ્રકના ડ્રાઈવરની સો ટકા બેદરકારીથી રાત્રિના સમયે મોટરસાઈકલ સાથે અકસ્માત થયો હોવાનું નોંધ્યું હતું. 

ન્યા.દીગેએ ૨૦૦૩માં થયેલા જીવલણ અકસ્માતમાં મૃતકના પરિવારે કરેલી વધુ વળતરની અરજીને માન્ય કરી   હતી. ૧૭ ડિસેમ્બર ૨૦૦૩ના રોજ રાત્રે ૯.૧૫ વાગ્યે મૃતક ચાકણ તરફ મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો. તળેગાંવ ચાકણ રોડ પર કાલભોર વસતિ સામે સુદવાડીના ગામ નજીક પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના ઊભેલી ટ્રક સાથે અથડામણ થઈ હતી, જેમાં તેનું મોત થયું હતું.

પુણે મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલે  દાવેદાર નીતા નરેન્દ્ર નાડગૌડાએ કરેલી અરજીમાં મૃતકનો ૬૫ ટકા વાંક અને ડ્રાઈવરનો ૩૫ ટકા વાંક હોવાનું જણાવ્યું હતું. અરજદારે ૨૦૧૧માં વળતર વધારવાની પહેલી અપીલ કરી હતી. મૃતક સામે ગુનો નોંધાયો છે જે દર્શાવે છે કે તેના તરફથી બેદરકારી થઈ  છે. ટ્રિબ્યુનલે યોગ્ય રીતે નિકાલ આપ્યો છે, એવ ીદલીલવીમા કંપની તરફથી કરાઈ હતી.

ડ્રક ડ્રાઈવરની ફરજ છે કે જ્યારે રસ્તા પર વાહન ઊભું હોય ત્યારે તેણે પાર્કિંગ લાઈટ ચાલુ રાખવા સહિતની યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. કોર્ટે નોંધ્યું હતું કે ડ્રાઈવર કે સાક્ષીદાર કોઈને તપાસવામાં આવ્યા નહોતા.કોર્ટે ટ્રિબ્યુનલના ચુકાદા સાથે અસંમતિ વ્યક્ત કરીને સો ટકા ટ્રક ડ્રાઈવરને દોષી ગણાવ્યો હતો.

ટ્રિબ્યુનલો જણાવ્યું હતું કે દાવેદાર રૃ. ૧૧,૯૩,૭૬૦ રકમને પાત્ર છે જેમાંથી ૬૫ ટકા ઓછા કરવામાં આવે છે કેમ કે મૃતકની પણ બેદરકારી હતી. જોકે કોર્ટે જણાવ્યું હતું કે મૃતકની કોઈ બેદરકારી નથી આથી અપીલકર્તા પૂરી કમને પાત્ર છે.

કોર્ટે અપીલકર્તાને રૃ.૧૨,૭૦,૭૬૦ની રકમ માન્ય કરી હતી જેમાં  રૃ. ૧૬૫૦૦ અંતિમવિધિનો ખર્ચ અને રૃ.૧૬૫૦૦ મિલકત નુકસાનીનો પણ સમાવેશ કરાયો છે. આ રકમ ચાર સપ્તાહમાં સાત ટકા વ્યાજ સાથે આપવાની રહેશે,એમ જણાવ્યું હતું.


Google NewsGoogle News