શરદ પવારની પાર્ટીનું નવું નામ 'NCP શરદ ચંદ્ર પવાર', રાજ્યસભા ચૂંટણીમાં થશે ઉપયોગ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
શરદ પવારની પાર્ટીનું નવું નામ 'NCP શરદ ચંદ્ર પવાર', રાજ્યસભા ચૂંટણીમાં થશે ઉપયોગ 1 - image


Maharashtra Politics : મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. શરદ પવાર જૂથને આજે ચૂંટણી પંચે નવી પાર્ટીનું નામ અને ચિહ્ન સોંપ્યું હતું. શરદ પવાર જૂથની પાર્ટીનું નવું નામ 'NCP શરદ ચંદ્ર પવાર' હશે. ચૂંટણી પંચે તેને મંજૂરી આપી દીધી છે.

ચૂંટણી પંચ તરફથી અજિત પવાર જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જાહેર કરાયા બાદ તેને પાર્ટીનું ચૂંટણી ચિહ્ન દિવાલ ઘડિયાળ અપાયા બાદ શરદ પવાર જૂથને નવું નામ મળ્યું છે.

આ પહેલા સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા હતા કે, શરદ પવાર જૂથને NCPની કમાન છિનવાયા બાદ ચૂંટણી પંચ સમક્ષ નવી પાર્ટીના ત્રણ નવા નામ અને ચિહ્ન સોંપ્યા હતા. શરદ પવાર જૂથે ચાના કપની સાથો સાથ સૂર્યમુખીના ફૂલ અને ઉગતા સૂર્યનું ચૂંટણી ચિહ્ન તરીકે અપનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારે, નવી પાર્ટીના નામ તરીકે શરદ પવાર કોંગ્રેસ, મી રાષ્ટ્રવાદી અને શરદ સ્વાભિમાની પક્ષ નામથી ત્રણ વિકલ્પ સૂચવ્યા હતા.

જણાવી દઈએ કે, ચૂંટણી પંચે શરદ પવાર જૂથને નવી પાર્ટીનું નામ અને નિશાન નક્કી કરવા માટે વિકલ્પ સૂચવવા માટે બુધવાર સાંજ સુધીનો સમય આપ્યો હતો.


Google NewsGoogle News