Get The App

શિંદેના પક્ષમાં ચુકાદો આવતા જ શરદ પવાર 'ડરી ગયા'! ચૂંટણી પહેલા NCP હાથમાંથી જવાનો ખતરો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
શિંદેના પક્ષમાં ચુકાદો આવતા જ શરદ પવાર 'ડરી ગયા'! ચૂંટણી પહેલા NCP હાથમાંથી જવાનો ખતરો 1 - image


NCP MLA Disqualification Case : લાંબા સમય બાદ બુધવારે શિવસેના અને તેના ધારાસભ્યોને લઈને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયથી એકનાથ શિંદે જૂથની સરકાર બચી ગઈ છે અને ઉદ્ધવ ઠાકરેને ઝટકો લાગ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપતા કહ્યું હતું કે, 'શિવસેનાના બંધારણના અનુસાર અસલી પાર્ટી એકનાથ શિંદેની જ છે.' તેમણે તેની પાછળ પાર્ટીના બંધારણ, સંગઠનના માળખા અને ધારાસભ્યો-સાંસદોના બહુમતને આધાર ગણાવ્યું. ત્યારબાદ હવે 16 જાન્યુઆરીથી NCPમાં બળવાને લઈને સુનાવણી થવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે 31 તારીખ સુધીમાં ચુકાદો આવી જશે. પરંતુ શિવસેનાને લઈને આવેલા નિર્ણયે NCPના શરદ પવારનું પણ ટેન્શન વધારી દીધું છે.

જે આધાર પર શિવસેનાનો અસલી અધિકાર એકનાથ શિંદે જૂથનો બતાવાયો. તેને જોતા અજિત પવારને NCPમાં લીડ મળી શકે છે. સ્પીકરનો નિર્ણય જો અજિત પવાર જૂથના પક્ષમાં આવ્યો તો લોકસભા ચૂંટણી પહેલા શરદ પવાર એન્ડ ટીમ માટે આ મોટો ઝટકો હશે. શિવસેના પર આવેલા ચુકાદા બાદ શરદ પવારનું નિવેદન પણ જણાવે છે કે તેઓ ડરેલા છે. તેમણે કહ્યું કે, 'શિંદે જૂથના ધારાસભ્યોના ભાષા જણાવી રહી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરે.'

તેમણે કહ્યું કે, 'અમે આ વાતથી ઈનકાર ન કરી શકીએ કે બીજા કિસ્સાઓ પર વિચાર દરમિયાન પણ આ તર્કોને લાગૂ નહીં કરવામાં આવે.' તેનાથી સ્પષ્ટ થાય છે કે, શરદ પવાર પાર્ટીના ભવિષ્યને લઈને ચિંતામાં છે અને તેમને લાગે છે કે નિર્ણય અજિત પવારના પક્ષમાં આવી શકે છે કારણ કે તેમની પાસે ધારાસભ્યોની સંખ્યા વધારે છે. અજિત પવાર જૂથનો દાવો છે કે, તેમની પાસે NCPના 54માંથી 40 ધારાસભ્ય છે. તેમણે ચૂંટણી પંચમાં પાર્ટીના નામ અને સિમ્બોલ પર દાવો ઠોક્યો છે. એટલું જ નહીં ચર્ચા છે કે, આવનારા દિવસોમાં કેટલાક વધુ ધારાસભ્યો તેમની સાથે આવી શકે છે.


Google NewsGoogle News