ભત્રીજા અજિત પવારના નિવેદન પર શરદ પવારનો પલટવાર, ભાજપ સાથે હાથ ન મિલાવવા અંગે આપ્યો જવાબ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
ભત્રીજા અજિત પવારના નિવેદન પર શરદ પવારનો પલટવાર, ભાજપ સાથે હાથ ન મિલાવવા અંગે આપ્યો જવાબ 1 - image

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર અને તેમના ભત્રીજા ઉપમુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે શનિવારે શરદ પવારે કહ્યું કે, ભાજપ સાથે હાથ ન મિલાવવાનું તેમની પાર્ટીનું વલણ હંમેશા સ્પષ્ટ હતું અને જો તેથી ઉલટા કોઈ સુચન આવે તો પણ તે વિચારનો સ્વીકાર ન કરત.

શરદ પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શુક્રવારે અજિત પવારે દાવો કર્યો હતો કે, તેઓ (શરદ પવાર) ભાજપ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં હતા.

શરદ પવાર પર અજિત પવારનો સવાલ

અજિત પવારે કહ્યું હતું કે, શરદ પવારનો NCP અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું એક નાટક હતું. લોકોને બોલાવીને રાજીનામું પરત લેવા માટે સમર્થકોને બોલાવવા પણ સહમતિનો એક ભાગ હતો. તેમણે શરદ પવારની રાજનીતિ પર કેટલાક સવાલ કર્યા હતા.

તો અજિત પવાર પર કટાક્ષ કરતા શરદ પવારે કહ્યું કે, જો સવાર-સવાર પદના શપથ લેનાર કોઈ વ્યક્તિ એવો દાવો કરી રહ્યો છે કે, આ પાર્ટીની નીતિ છે, તો તે વ્યક્તિને ગંભીરતાથી ન લેવો જોઈએ. 

વર્ષ 2019માં અજિત પવારે સવાર-સવારમાં ભાજપ સાથે ગઠબંધન કરીને ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જોકે, બહુમતિ ન હોવાના કારણે આ સરકાર ચાર દિવસમાં જ ભાંગી પડી હતી.

અજિત પવારે જાહેરાત કરી કે, તેમનું જૂથ બારામતી લોકસભા બેઠકથી ચૂંટણી લડશે. જેને લઈને પણ શરદ પવારે જવાબ આપ્યો અને કહ્યું કે, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. બારામતી બેઠકથી શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલે સાંસદ છે.


Google NewsGoogle News